બાલાસિનોર તાલુકાના શિક્ષકોનો પગાર હિસાબી અધિકારી ના કરતા રોષ ભભૂક્યો

  • શિક્ષકોને પગારના મળતા હાલત કફોડી બની.

બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના શિક્ષકોને પગાર ના મળતા હાલત કફોડી બની ત્યારે હિસાબી શાખાના અધિકારીઓની આડોડાઇના પગલે પગાર થયો નથી તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં આવેલાં શિક્ષકોમાં પગાર તાલુકા પંચાયતના અધિકારી 15 એપ્રિલ સુધીના કરતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે શિક્ષક સંઘના આગેવાન નીમેશભાઈ સેવકે જણાવ્યું હતું કે નાયબ હિબાસનીય અધિકારી ઉર્વશી પટેલને છેલ્લા દસ દિવસથી સંઘના હોદેદારો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં અનેક બહાનાઓ કાઢીને પગાર કરવામાં ઠાગા ઠૈયા કરી રહ્યા છે. હાલ લગ્ન ગાળો ચાલતો હોવાથી પગાર ના થતાં શિક્ષકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે શિક્ષકોને લોન ના હપ્તા અને પ્રીમિયમ ડયું થયા છે. જેથી શિક્ષકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હિસાબી અધિકારી વિકાસના કામોમાં ચેક કયા કારણો સર તરત લખી આપે છે, તે વિચારવા જેવી વાત છે. જ્યારે હિસાબી અધિકારી ઉર્વશી પટેલે જણાવ્યું હતું કે, પહેલા મેન્યુઅલ પગાર કરવામાં આવતો હતો હવે પ્રેસા સોફ્ટવેર માધ્યમથી પગાર કરવામાં આવે છે. જ્યારે બાલાસિનોર તાલુકાના શિક્ષકોનો પગાર સડા પાંચ કરોડ છે જે પૂરતી ગ્રાન્ટ ના આવતા પગાર થયો નથી.