બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના જનોડ ગામ નજીક આવેલા મોઢણ ગામમાં જલારામ બાપાના મંદિરમાં ચોરી થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે પૂજારી તરીકે ફરજ બજાવતા ડાયાભાઈએ બાલાસિનો રૂલર પોલીસને ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના જનોડ નજીક આવેલા મોઢડ ગામમાં જલારામના મંદિરમાં સ્ટીલની દાન પેટી મૂકવામાં આવી હતી. જેના નકુચા કાપીને ચોરો અંદાજીત 25 થી 30 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી નાશી ગયા હતા. જ્યારે સવારે મંદિરની આરતી કરવા જતા પૂજારીની નજર પડી હતી. જે બાબતે સમગ્ર ગામ અને ટ્રસ્ટીઓને જાણ કરતા બાલાસિનોર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજો હાથ ધરવામાં આવી હતી.