બાલાસિનોરમાં રખડતા કૂતરાના ત્રાસથી નગરજનો પરેશાન

બાલાસિનોર,બાલાસિનોર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કૂતરાઓના ત્રાસના પગલે નગરજનો પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે ભાવસારવાડ, તળાવ દરવાજા, બેકારચોક, મોચીવાડ સહિતના વિસ્તારોમાં રખડતા કુતરાઓના ત્રાસના પગલે નગરજનો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. ત્યારે અનેકવાર નગરજનોને બચકા ભર્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે ભાવસાર વાડ અને મોચીવાડમાં બકરીઓને પણ બચકા ભર્યા હોવાનું કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ગત વર્ષે 70થી વધુ નગરજનોને કુતરાઓએ બચકા ભર્યા હતા. જ્યારે ચાલુ સાલે પણ કુતરાઓનો આતંક યથાવત રહેતા નગરજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.