બાલાસિનોરમાં ભેળસેળવાળા કેરીના રસનુ બેરોકટોક વેચાણ

બાલાસિનોર, બાલાસિનોર નગરવાસીઓ ઉનાળાનુ આગમન થતાં ગરમીનુ પ્રમાણ વધતા આગ વરસાવતી લુ થી પરસેવાથી રેબઝેબ કરી રહી છે. અને ગરમીનો લાભ લઈ ઠેર ઠેર કેરીના રસની હાટડીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. માત્ર નફાનો હેતુ ઘ્યાનમાં લઈ પ્રજાનુ આરોગ્ય જોખમાય તેવી રીતે રસનુ વેચાણ કરી રહ્યા છે. જેમાં જાહેરમાર્ગો પર વેચાતા તૈયાર રસમાં ખાંડમાં એસન્સનુ પ્રમાણ વધારે રાખી રસનુ વેચાણ કરી પ્રજાના આરોગ્ય જોખમાઈ રહ્યા છે. ત્યારે બાલાસિનોર બસ સ્ટેન્ડના ગેટ નજીક સહિત ઠેર ઠેર લાયસન્સ વગર ચાલતી કેરીના રસની હાટડીમાં ભેળસેળ વારો રસ વેચતો હોવાના મુસાફરો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમજ બાલાસિનોર તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડતાની સાથે કેરીનુ વેચાણ કરતા હોલસેલ વેપારીઓ સોૈપ્રથમ કેરીનો કાચો માલ ઓછ કિંમતે સ્ટોક કરી તેમાં કાર્બાઈડ નાંખવામાં આવતુ હોય છે. જે જનતાના આરોગ્ય સામે હાનિકારક હોય છે. પરંતુ કેરીના રસના સ્ટોલવાળા દુધ, ખાંડનુ પ્રમાણ વધારે રાખી કેરીના રસનુ ધુમ વેચાણ કરી જન આરોગ્ય જોખમાવી રહ્યા છે. ત્યારે ફ્રુડ અને આરોગ્ય વિભાગ દ્વારા આવી રસની હાટડીઓ ઉપર તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.