બાલાસિનોરમાં ફગવા જકાતનાકા પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો : બે ના કમકમાટી ભર્યા મોત

  • એક્ટિવા ચાલક વીરપુર પોલીસ સ્ટેશનમાં કોસ્ટેબલની ફરજ બજાવતા હતા.

બાલાસિનોર, બાલાસિનોર-વીરપુર રોડ પર આવેલા ફગવા જકાત નાકા પાસે ઢળતી સાંજે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા અને એક પુરૂષના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ઘટના સ્થળે બાલાસિનોર ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર વીરપુર રોડ પર આવેલા ફાગવા જકાતનાકા પાસે ઇઓન ગાડી અને એક્ટિવા વચ્ચે ઢળતી સાંજે અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પર જતી અન્ય મોટર સાઇકલ પણ આ અકસ્માતનો ભોગ બની હતી. જેમ ઘટના સ્થળે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ તુલસીબેન અને યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મૃતકની ઓળખ હાલ થઈ ન હતી તેમ પોલીસે જણાવ્યું હતું. જ્યારે ગમખ્વાર અકસ્માત સર્જતા આસપાસના ટોળેટોળા વળી ગયા હતા. જ્યારે અન્ય મોટરસાયકલ સવારને ઈજાઓ પોહચતાં નજીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઈઓન અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં મોટરસાયકલ સવારને બાનમાં લીધો…..

ઈઓન કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર તુલસીબેન ફગોડતા મોટરસાયકલ પર જઈને પડતા મોટરસાયકલ સવાર નીચે પડી જતાં પગના ભાગે ઈજાઓ પોહચી હતી. જ્યારે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કાર ચાલક બાલાસિનોર હુંડાઈ શોરૂમના મેનેજર હોવાનું સામે આવ્યું….

બાલાસિનોર ગમખ્વાર અકસ્માતમાં બે ના કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે ઇઓન કાર ચલાવનાર બાલાસિનોર સ્થિત હુંડાઇ કાર શો રૂમનો મેનેજર રાજેશ પટેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પોહચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયા…

બાલાસિનોર ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહોને પી.એમ. અર્થે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.