બાલાસિનોર, બાલાસિનોર નગરના અલગ વોર્ડમાં જર્જરિત બિલ્ડિંગો ઘણાં મહિનાઓથી જોખમી હાલતમાં છે. ભયજનક મકાનો અને બિલ્ડિંગની આસપાસ રહેતા લોકો અકસ્માતનો ભય સેવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોનો સર્વે ચાલી રહ્યો છે.
હાલ બાલાસીનોર પાલિકા દ્વારા નગરમાંં 15 દિવસ અગાઉ જર્જરીત ઈમારતોનો સર્વે માત્ર ઓફિસમાં બેસી કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સમાચાર પત્રમાં જર્જરીત ઈમારતોના સમાચાર પ્રસિદ્ધ થતાં બાલાસીનોર નગર પાલિકાાના ચીફ ઓફિસરની આંખો ખુલી છે અને હવે બાલાસીનોર નગરમાં પાલિકાની ટીમ દ્વારા સાચેમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેને લઈ મદાની શેરી, ગાંધી ચોક વિસ્તારોમાં નોટીસ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં વિવિધવિસ્તારોમાં કામગીરી ગોલવાડ જેવા અનેક વિસ્તારમાં આવેલ 6 જર્જરિત ઈમારતોને નોટીસ આપી છે.
બાલાસીનોર નગર પાલિકા દ્વારા સર્વેની કામગીરીમાં જર્જરીત ઈમારતો જેવી કે, નગરના હોળી ચકલા, મદાની શેરી, ગાંધી ચોક, કડિયા ઢાળ સહિત અનેક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છે.