બાલાસિનોર ગામનો 20 વર્ષીય પીયૂષ ચૌહાણનું હાર્ટ-એટેકથી મોત.

બાલાસિનોર ગામનો 20 વર્ષીય પીયૂષ ચૌહાણનું હાર્ટ-એટેકથી મોત.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ગામનો 20 વર્ષીય પીયૂષ ચૌહાણ નામનો યુવક છેલ્લાં બે વર્ષથી આણંદ તાલુકાના બાકરોલ સ્થિત વિનાયકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો હતો. આ પીયૂષ ચૌહાણ ગત રોજ હોસ્ટેલમાં હાજર હતો. એ વખતે અચાનક તેને છાતીમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. પીયૂષે આ અંગેની જાણ પોતાના મિત્રોને કરી હતી, જેથી મિત્રો તરત જ તેને રિક્ષામાં બેસાડીને આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આણંદ તાલુકાના બાકરોલ સ્થિત કોલેજમાં નર્સિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતા 20 વર્ષીય યુવકને હાર્ટ-એટેક આવતાં આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જોકે ત્યાં કાર્ડિયોલોજીની સુવિધા જ ન હોવાથી વિદ્યાર્થીને કરમસદની હોસ્પિટલમાં રીફર કરવા માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં હોસ્પિટલ પહોંચતાં પહેલાં રસ્તામાં જ આ તેણે દમ તોડ્યો હતો.

જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા પીયૂષને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી સહિતની અન્ય જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટની સુવિધા ન હોવાને કારણે તેને વધુ સારવાર અર્થે કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જોકે કરમસદ હોસ્પિટલમાં પહોંચતાં પહેલાં જ આ પીયૂષે દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે પીયૂષનાં પરિવારજનો તેમજ વિદ્યાર્થીઆલમમાં ભારે શોક વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે આણંદની જનરલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીની સુવિધા હોત તો કદાચ વિદ્યાર્થીનો જીવ બચી શકત.