દાહોદથી બસમાં બેસી અમદાવાદ 65 હજારની ફાટેલી નોટો એકસચેન્જ કરાવવા જઈ રહ્યો હતો તે બસ બાલાસિનોર ડેપોમાં પહોંચતા કોઈક અજાણ્યો વ્યકિત પર્સમાંથી 65 હજાર રૂપિયા ચોરી જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાલાસિનોરના રામચંદ્ર દોલતરામ પોપટ અમદાવાદ ખાતે ફાટી ગયેલી નોટો એકસચેન્જ કરાવવા વોલ્વો બસમાં બેસીને જતા હતા. તેઓએ પર્સમાં જુદા જુદા દરની 65 હજાર રૂપિયાની કિંમતની ફાટેલી નોટો પર્સમાં મુકી હતી. બસ બાલાસિનોર ડેપોમાં પહોંચતા તે વ્યકિત નીચે ચા પીવા માટે ગયો હતો. આ સમયે કોઈ અજાણ્યા વ્યકિતએ દાહોદના રામચંદ્ર પોપટના પર્સમાંથી ફાટેલી 65 હજારની કિંમતની નોટો ચોરી લીધી હતી. ચા પી પરત ભરેલા વ્યકિતએ પર્સમાં નોટો જોવા નહિ મળતા આજુબાજુ તપાસ કરી હતી. આ અંગે બાલાસિનોર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.