બાલાસિનોર, બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી પાણી નહિ આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. અને પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.
બાલાસિનોર નગરપાલિકા વિસ્તારોમાં આવતા ધરીયાવાડ, દેવશેરી, મંદિરનો ખાંચો, હોળી ચકલા, મદાની શેરી સહિતના મુખ્ય વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી પાણી નહિ મળતા નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ઉનાળાની ગરમીમાં લોકો ધરથી બહાર નીકળવા તૈયાર નથી ત્યાં પાલિકા દ્વારા પાણી નહિ અપાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. જયારે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે,ઈલેકટ્રીક મોટર બગડતા તેની જગ્યાએ જે મોટર મુકવામાં આવી છે. તેની ક્ષમતા ઓછી હોવાથી ઓવા પ્રેશરથી પાણી મળી રહ્યુ છે જે નવી મોટર ફીટ થઈ જતાં નિયમિત પાણી મળવાનુ શરૂ થઈ જશે.