બાળકી સાથે શારીરીક છેડછાડ મામલે હિંમતનગરની સ્પે. કોર્ટનો મહત્વનો ચુકાદો, આરોપી ૩ વર્ષની સજા ફટકારી

હિંમતનગર તાલુકાના દેરોલ ગામમાં 9 વર્ષ અગાઉ ધર આગળના આંગણામાં રમતી બાળકી સાથે શારીરીક છેડછાડ કરતા તેને બચાવવા આવનાર ઈસમને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં હિંમતનગરની સ્પે.પોક્સો કોર્ટના ન્યાયાધિશે દેરોલના શખ્સને 3 વર્ષની સખ્ત કેદની સજા સાથે દંડ ફટકાર્યો છે.

આ અંગે સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામમાં 6  વર્ષ અગાઉ ધર આગળના આંગણામાં રમતી એક બાળકીને દેરોલ ગામે રહેતા વિનોદ ભીખા રાવળે ઘર પાછળ લઈ જઈ શારીરીક છેડછાડ કરી હતી. ધટના દરમ્યાન તેને અન્ય એક ઈસમ જોઈ જતા બાળકીને બચાવવા દોડી ગયો હતો જેથી છેડછાડ કરનાર દેરોલના શખ્સ બચાવવા આવનારને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારવાની ધમકીઓ આપતા ભોગ બનનાર બાળકીના પરીવારજને હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હિંમતનગરની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલી રહ્યો હતો.

બાળકીની શારીરીક છેડછાડ સાથે એટ્રોસીટીના મામલે હિંમતનગરની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતા મદદનીશ જીલ્લા સરકારી વકીલ પ્રણય જે.સોનીની ધારદાર દલીલો અને કેસને લગતા પુરાવાઓ આધારે સ્પેશ્યલ પોકસો કોર્ટના એડીશનલ સેશન્સ જજ ડી.વી. શાહે શારીરીક છેડછાડ સાથે પોકસોના ગુનામાં વિનોદ ભીખા રાવળને ૩ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.1 હજારના દંડનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ન્યાયાધિશે એટ્રોસીટીના ગુનામાં એક વર્ષની સક્ષ કેદની સજા તેમજ રૂપિયા 500 નો દંડ ફટકાર્યો છે. ભોગ બનનારને વળતરની રકમ રૂા.૫૦ હજારનું વિકટીમ કમ્પ્રેસેશન ચુકવવા પણ કોર્ટે હુકમ કર્યો છે.