બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવના આયોજક અને સંચાલકો વચ્ચે બબાલ થઇ

Rajkot : ગણેશ મહોત્સવના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યાં રાજકોટના બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઈ બબાલ થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. મંદિરના સંચાલકો અને ગણેશ મહોત્સવના આયોજકો વચ્ચે રકઝક થઈ છે. મંદિરના સંચાલકોએ આયોજકોને અટકાવતા ઝઘડો થયો હતો.

મંદિર પરિસરમાં છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. આયોજક અને સંચાલકો વચ્ચે બબાલ થતા મંદિર સંચાલકો દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગણેશ મહોત્સવની મંજૂરી મેળવવાનું કહીને ટોળાંને વિખેરી નાખ્યા હતુ.

તો અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને AMCએ આયોજન કર્યું છે. જો કે, ગણેશ ઉત્સવ AMCના કોન્ટ્રાક્ટરો માટે મહોત્સવ બન્યો છે. ગયા વર્ષે કુંડ બનાવવા પાછળ ખર્ચ કુંડ દીઠ 7થી 10 લાખ કરાયો હતો. જો કે, આ વર્ષે કુંડ દીઠ 11થી 17 લાખ ખર્ચ AMC કરશે. ગણેશ વિસર્જન માટે 7 ઝોનમાં કુંડ બનાવશે. 48 વિસર્જન કુંડ બનાવવામાં આવશે.

ગયા વર્ષે 2થી અઢી કરોડ કુલ ખર્ચ કુંડ બનાવવા કરાયો હતો. આ વર્ષે તેનાથી પણ બમણો ખર્ચ થવાનો છે. આ વર્ષે 5થી 6 કરોડ સુધી કુંડનો ખર્ચ થશે. મહત્વનું છે કે, 2 વર્ષથી કાયમી કુંડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે, જેથી વારંવાર આ ખર્ચ ન થાય. પરંતુ કાયમી કુંડની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે.