બલેૈયા બાવાની હાથોડ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની શરૂઆત ઉભી કરાઈ હતી તે ત્રણ વર્ષ છતાં પાણી મળ્યુ નથી

બલૈયા,

બાવાની હાથોડ ખાતે ત્રણેક વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે ભુગર્ભ ટાંકી બનાવવામાં આવી હતી. તેમાં ભાણાસીમલ યોજના પાણી દ્વારા ભરી આસપાસના બાવાની હાથોડ, બારીયાની હાથોડ તથા નાના સરણૈયા તેમજ અન્ય ગામડાઓમાં પીવાનુ પાણી આપવા માટે મોટા ઉપાડે કામગીરી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ 3/3 વર્ષ વિતવા છતાં આ ભુગર્ભ ટાંકી દ્વારા આસપાસના લોકોને મળવુ જોઈતુ પાણી આજદિન સુધી મળ્યુ નથી. હાલ આ ભુગર્ભ ટાંકી દ્વારા કેટલીક જગ્યાએ પાણી જાય છે. તેમાં કોન્ટ્રાકટરની બેદરકારીથી હજારો લીટર પાણી નજીકથી પસાર થતાં રસ્તા પર રેલાતા રસ્તો પણ તુટી ગયો છે. આ બાબતે સ્થાનિક દ્વારા જવાબદાર તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં પણ તે પ્રત્યે વહીવટી તંત્ર દ્વારા પણ ઘ્યાન આપવામાં નહિ આવતુ હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠવા પામી છે. આ ભુગર્ભ ટાંકીના પાણી દ્વારા ધર ધર નલ, ધર ધર જલ, યોજનાની પાઈપલાઈન જોડાણ કરવાની હતી. પરંતુ તે કામગીરી પણ આજદિન સુધી કરાઈ નથી. જયાં આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં નિયમો મુજબ પાઈપ દબાણ કરવાની હોય તે રીતે કરવામાં નહિ આવતા વેઠ ઉતાર કામગીરીની બુમો ઉઠવા પામી છે. બાવાની હાથોડ ખાતે આવેલ ભુગર્ભ ટાંકીમાંથી હજારો લીટર પાણીનો દરરોજ વેડફાટ થાય છે. ત્યારે કહી શકાય કે જવાબદાર વહીવટીતંત્રના નિષ્ક્રિયતાથી આ કામગીરી કરનાર કોન્ટ્રાકટર બેદરકારી દાખવી રહ્યો હોવાનો લોકો બપાળો કાઢી રહ્યા છે.