બાળલગ્ન કરાવનારા સામે કાયદા હેઠળ એક લાખ સુઘીનો દંડ, બે વર્ષ સુઘીની કેદની કડક સજા

  • બાળ લગ્નો થતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અથવા બાળ લગ્ન પ્રતિબંઘક અઘિકારી દાહોદને કરી શકાશે.
  • ટેલીફોન નં.02673 239020 તેમજ અભયમ મહીલા હેલ્પ લાઇન 181, ચાઇલ્ડ લાઇન 1098 અને 100 (પોલીસ વિભાગ) નંબર ઉપર જાણ કરી શકાશે.

દાહોદ,દાહોદ જીલ્લો આદિવાસી વસ્તીનું બાહુલ્ય ઘરાવતો કુલ નવ તાલુકાઓના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં સમાયેલ છે. કાયદાની અજ્ઞાનતાના કારણે લોકો ઘણીવાર બાળલગ્ન કરાવતા હોય છે. પરંતુ બાળલગ્ન પ્રતિબંઘક અઘિનિયમક-2006 મુજબ 21 વર્ષથી ઓછી ઉંમરનો દિકરો (છોકરો) અને 18 વર્ષથી ઓછી ઉંમરની દિકરી (છોકરી)ના લગ્ન ગેરકાયેસર ગણાય છે.

જેથી બાળલગ્ન કરાવનારા માતાપિતા, કુંટુંબીજનો, સગાવ્હાલા તથા મદદગારી કરનારાઓ સામે ફરીયાદ કરવામાં આવશે. વર અને ક્ધયામાંથી જે ઓછી ઉંમરનું હોય તે અને લગ્ન કરાવનારા ગોર મહારાજ, કેટરર્સ, મંડપ સર્વિસ, ડી.જે., બેન્ડવાળા, ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર વગેરે મદદગારી કરનારા તમામ ઇસમો સામે ફોજદારી ગુનો દાખલ કરાશે.

જેની તમામ લોકોએ ખાસ નોંઘ લેવી. અક્ષયતૃતિયા (અખાત્રીજ)ને લગ્ન માટે શુભ દિવસ મનાય છે અને આગામી તા.22 અને તા. 23 એપ્રીલના રોજ અક્ષયતૃતિયા (અખાત્રીજ) છે. આ દિવસે મોટા પ્રમાણમાં લગ્નો થતા હોય છે. તેમજ સમૂહલગ્નોનું 5ણ આયોજન થતું હોય છે. દાહોદ જીલ્લામાં હોળીના તહેવાર બાદ વઘારે પ્રમાણમાં લગ્નો યોજાતા હોય છે.

જેથી લગ્ન નકકી થાય તે પહેલા જ વર ક્ધયાની ઉંમરની ચકાસણી કરી લેવા બાળલગ્ન પ્રતિબંઘક અઘિકારી દ્વારા અનુરોઘ કરવામાં આવે છે. વઘુમાં કાયદા હેઠળ એક લાખ સુઘીનો દંડ અને વઘુમાં વઘુ બે વર્ષ સુઘીની કેદની સજાની જોગવાઇ છે. બાળ લગ્નો થતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અથવા બાળ લગ્ન પ્રતિબંઘક અઘિકારી દાહોદ, રુમ નં.19 જીલ્લા સેવાસદન, છાપરી , ટેલીફોન નં.02673 239225 તથા જીલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદ , રુમ નં.310 ત્રીજો માળ જીલ્લા સેવાસદન છાપરી , ટેલીફોન નં.02673 239020 તેમજ અભયમ મહીલા હેલ્પ લાઇન 181, ચાઇલ્ડ લાઇન 1098 અને 100 (પોલીસ વિભાગ) નંબર પણ જાણ કરવા અનુરોઘ કરવામાં આવે છે.

કોઇ સમાજના સમૂહલગ્નો થતા હશે અને તેમાં કોઇ બાળલગ્ન જણાશે તો આયોજકોની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે. જેની આયોજક મંડળે નોંઘ લેવી. તેમજ કંકોત્રી છાપ કામ કરતા તમામ પ્રિંટીંગપ્રેસ ઘારકોએ લગ્ન કંકોત્રી છાપકામ કરતી વખતે વર અને ક્ધયા બન્ને બાળલગ્ન પ્રતિબંઘક અઘિનિયમક-2006 મુજબ પુખ્ત વયના છે કે કેમ તેની ખાતરી કરી લેવા સુચના છે. બાળલગ્ન એ અભિશાપ છે અને કોઈપણ બાળકના જીવનને નષ્ટ કરી નાખે છે. જેથી બાળલગ્ન અટકાવી આ5ણે સૌ કોઈપણ બાળકને નવજીવન આપી શકીએ છીએ.