બાળલગ્ન અટકાવતી 181 મહિલા હેલ્પ લાઇન ગોધરા દ્વારા ઘોઘંબા તાલુકામાં બાળ લગ્ન અટાકાવ્યા

ઘોઘંબા,

ઘોઘંબા પાસેના ગામમાં બાળ લગ્ન થવાના છે. જે અટકાવવા માટે એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇનમાં જાણ કરી હતી. જેથી અભયમ રેસ્ક્યું ટીમ ગોધરા એ ઘોઘંબા પોલીસના સહયોગ થી ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દીકરીની ઊંમર 17 વર્ષ ની હોય પરિવારને માહિતી આપેલ કે કાયદામાં જણાવેલ ઊંમરના હોવાથી લગ્ન કરી શકાય નહી. જેથી લગ્ન મુલત્વી રાખવામા આવ્યા હતા.

મળતી માહિતિ મૂજબ 17 વર્ષની દીકરીના લગ્ન ગોઠવાયા હતા. તેથી અભયમ દ્વારા માહિતી આપવામા આવેલ કે આં લગ્ન બાળ લગ્ન ઘણી શકાય જે બાળ લગ્ન પ્રતિબંધ ધારા હેઠળ ગુનો બને છે. જેથી પરિવારે એક વર્ષ બાદ લગ્ન કરવાની ખાત્રી આપી હતી. આમ, અભયમની સાવચેતી થી બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી.