કાલોલ તાલુકાનાં બાકરોલગામપાસે ની ગોમા નદી કાંઠે રહેતાં ભરવાડ સમાજના બે બાળકો સામે કાંઠે આવેલ હરસિદ્ધિ માતા ના મંદિર તરફ જવાના કોઝવે પરથી વાછરડા હકવા ગયા હતા. ગોપાલ કરશન ભરવાડ ગોપાલ ઉર્ફે વિપુલ કનુંભાઇ ભરવાડ પરત ફરતા કોઝ વે પર પગ લપસી પડતા એક બીજાની મદદ લેવા જતા બંને બાળકો પાણીના પ્રવાહ સામે પોતાની હિંમત ખોઈ બેસતા બંને બાળકો પાણીમાં બચવા માટે તરફડીયા મારતાં હતાં એવામાં નજીક માં ગાયો ચરાવતો એક ભરવાડ સમાજ નોજ એમ ગોવાળ બંને બાળકોને પાણીના વેણમાં તણાત જોઈ દોડી આવી બચાવવા પાણી ના વ્હેણમાં ડુબકી લગાવી અને બે પૈકી ગોપલ ઉર્ફે વિપુલ કનુભાઈ ભરવાડ ના હાથ લાગતાં તેણે કિનારા પર મૂકી બચાવી લીધો હતો.
જ્યારે બીજા બાળકને બચાવવા જતાં તે પાણી ના ઊંડાણમાં ગરકાવ થઈ જતા મળી આવેલ ન હતો.જોત જોતામાં બાળકો ડૂબવાના વાવડ નદીકાંઠે વસતા ભરવાડ સમાજના લોકોને થતા સગા સ્નેહીઓનું ટોળું નદી કાંઠે દોડી આવ્યા અને કાલોલ પોલીસ ને જાણ કરી પોલીસે કાલોલ-હાલોલ ફાયર ટીમ બોલાવી બાકરોલ ગોમા નદી પર પહોંચ્યા હતા. ફાયર ટીમ દ્વારા નદીના વ્હેણમાં શોધખોળ ચાલુ કરી શોધી રહ્યાં છે. બંને બાળકો અંદાજીત 15-16 વર્ષ ના હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
હાલ કાલોલ મામલતદાર સહિત કાલોલ પોલીસ અને કાલોલ, હાલોલ ટીમ સવારથી શોધી રહ્યું છે. વધુ શોધખોળ માટે ગોધરા ફાયર ટીમ ધટના સ્થળે પોહચી શોધખોળ શરૂ કરી છે. ઉલેખનીયએ છે કે કાલોલ નગરપાલીકા પાસે બોટની વ્યવસ્થા ના હોવાના કારણે તાલુકા કે નગરમાં પાણીમા ડૂબવાના કિસ્સાઓમાં બોટ માટે હાલોલ કે ગોધરાનો સહયોગ લેવો પડે છે.
બાકરોલ ગામના ભરવાડ સમાજ ના કિશોર ને શોધવામાં ગોધરાની બોટ મા પેટ્રોલની પણ ઘટ આવતાં સમયનો પણ દુર ઉપયોગ થતા અંધાર પટ છવાઈ ગયો હતો. બે બોટો હોવા છતા કિશોરની બોડી શોધવામાં નિસ્ફડ નીવડ્યા હતા. તંત્ર દ્વારા બોટ સાથે પાણી માં શોધ માટે કેમેરા સિસ્ટમ લાગુ કરવામા આવે તો કાસ સમય નો વેડફાટ ઓછો થાય.