બકરી ઈદ પર મસ્જિદની સામે કુરાનને સળગાવવાની વિરુદ્ધ મુસ્લિમ દેશો એક થયા

મોરક્કા, સ્વીડનની સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદની બહાર બકરી ઈદના દિવસે કુરાન સળગાવવાને લઈને તમામ મસ્લિમ દેશોમાં રોષ છે. સાઉદી, પાકિસ્તાન, તુર્કી, ઈરાન સહિત તમામ મુસ્લિમ દેશોએ બકરી ઈદના દિવસે કુરાન સળગાવવાને લઈને સ્વીડનના અધિકારીઓની નીંદ કરી છે. ઈસ્લામિક દેશ મોરક્કોએ તો ઘટના પર વિરોધ વ્યક્ત કરતા પોતાના રાજદૂતોને અનિશ્ર્ચિતકાળ માટે સ્વીડનમાંથી પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે.

તુર્કી અને સ્વીડનની વચ્ચે છેલ્લા થોડા વર્ષોથી તનાવ ભરી સ્થિતિ છે. આ પાછળનું મુખ્ય કારણ સ્વીડનમાં થઈ રહેલી આ પ્રકારની ઘટનાઓ છે. હાલ આ ઘટનાને લઈને તુર્કીમાં ખૂબ ગુસ્સો છે. તુર્કીના વિદેશ મંત્રી હકન ફિદાને કુરાનને સળગાવવાની આ ઘટનાને ખરાબ હરકાત ગણાવી છે.

ફિદાને ટ્વિટર પર લખ્યું ઈદ-અલ-અજહાના પ્રસંગે સ્વીડનમાં આપણા પવિત્ર પુસ્તક કુરાનની વિરુદ્ધ જે કૃત્ય કરવામં આવ્યું છે, તેની નીંદા કરું છું. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ પ્રકારના ઈસ્લામ વિરોધી કૃત્યોની પરવાનગી આપવી તે અસ્વીકાર્ય છે.

તુર્કી સરકારના સંચાર નિર્દેશક ફહાટન અલ્તુને એક ટ્વિટમાં કહ્યું અમે ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવા અને યુરોપીય અધિકારીઓને વિશેષ રીતે સ્વીડનના અધિકારીઓ તરફથી અમારા ધર્મ પ્રત્યે નફરતની સતત આવી રહેલી ઘટનાઓથી અમે થાકી ગયા છે. જે લોકો નાટોમાં અમારા સહયોગી બનવા માંગે છે, તે ઈસ્લામોફોબિક આતંકવાદીઓની જેમ વિનાશકારી કૃત્યોને સહન કરી શક્તા નથી.