મલેકપુર, બાકોર પોસ્ટે.ના ખાનપુર હાઈસ્કૂલ ખાતે ચાલુ સાલે આંખે ઓછું દેખતા વિધ્યાર્થી બાબુભાઈ વીરાભાઇ મેડા રહે. ભુવાબાર, બેટ ફળીયુ, તા. ખાનપુર નાઓને ધોરણ 10 ની પરીક્ષા હતી. જે તારીખ 11/3/24 ના રોજ પોતાના પરીક્ષા કેન્દ્ર પર તેઓના રાઈટર સાથે કલાક 11/40 આવતા તેઓ સ્કૂલ સંચાલકોને મળતા તેઓ પેપર ચાલુ થયાના સવા કલાક લેટ પડેલ હોવાના કારણે પરીક્ષા આપી શકેલ ન હતા.
આ બાબત અમારી ધ્યાને આવતા અમો તેઓને રૂબરૂ મળી આ બાબતે નું કારણ પુછતાં તેઓએ જણાવેલ કે, તેઓનું ગામ ભુવાબાર ગામની સીમમાં આવેલ ભાદર ડેમના અંતરિયાળ વિસ્તારમાં બેટ ફળીયામાં આવેલ હોઈ તેમના ઘરે થી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે કોઈજ વાહનની સુવિધા ન હોઈ પોતાના પીતા સાથે આશરે સાતેક કિલોમીટર ચાલતા આવેલ હોવાના કારણે લેટ પડેલ હોવાનું જણાવતાં જેથી આગામી તમામ પેપર તેઓ સારી આપી શકે તે સારૂ બાકોર પોલીસ સ્ટેશન મારફતે ગાડીમાં તેઓના ઘરે થી પરીક્ષા કેન્દ્ર સુધી તથા પરીક્ષા પત્યા બાદ તેઓના ઘરે સુધી મૂકવા જવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, એક સાચા અર્થમાં મદદની જરૂરીયાત જણાતા બ્લાઈન્ડ વિદ્યાર્થીને લાવવા લઈ જવાની વ્યવસ્થા બાકોર પોસ્ટે મારફતે કરવામાં આવેલ છે.