
મહિસાગર જિલ્લાના બકોર પોલીસ દ્વારા આગામી ભાદરવી પૂનમ નીમીત્તે મોટી સંખ્યામાં અંબાજી જતા પદયાત્રીઓ બાકોર પોસ્ટે વિસ્તારમાંથી પસાર થતા લુણાવાડા-મોડાસા હાઇવે રોડ નજીક આવેલ વીસામાઓમાં રોકાણ કરતા હોય છે પ્રાપ્ત વિગતો અનુસાર આ વીસામાઓ ખાતે પદયાત્રીઓ સાથે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે સારું વીસામા ખાતે બેરીકેટો તથા જરૂરી સુચનાઓનાં બોર્ડ મુકવામાં આવ્યા તથા પદયાત્રીઓને રેડીયમ લગાવેલી સ્ટીકો આપવામાં આવી તથા પદયાત્રીઓના વાહનોને રેડીયમ સ્ટીકર લગાવવામાં આવ્યા.બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી કે સિસોદિયા સેવાકિય કાર્યમાં હંમેશા આગળ રહે છે.