બજેટ 2021 / શેર બજારમાં ઉત્સાહ દેખાયો, SENSEX 1,633 પોઈન્ટ વધ્યો

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટને શેરબજાર(STOCK MARKET)નો જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. બજેટ દરમ્યાન અને બજેટ પૂર્ણ થયા બાદ શેરબજારમાં તેજીનો દોર યથાવત રહ્યો હતો. આજે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી દર્જ થઈ છે. બીએસએ સેન્સેક્સ 1.600 પોઈન્ટ અને નિફટી 450 પોઈન્ટ વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ

બજાર સૂચકઆંક વૃદ્ધિ
સેન્સેક્સ 47,919.41 +1,633.64 (3.53%)
નિફટી 14,083.90 +449.30 (3.30%)

બપોરે 1 વાગ્યાના અરસામાં શેરબજારના મુખ્ય બંને ઈન્ડેક્સ SENSEX અને નિફ્ટી 3% ઉપર તેજી સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે. અનેક મોરચે નિર્મલા સીતારમણનું બજેટ ભારતીયોની અપેક્ષાએ ઉપર સફળ સાબિત થયું છે. નિર્મલા સીતારમણે આજે તેમનું ત્રીજું બજેટ રજુ કર્યું હતું. અગાઉથી જ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021ને લઈ NEVER BEFORE જેવા શબ્દોનો પ્રયોગ કરી આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બપોરે એક વાગ્યે સેન્સેક્સ 47,919 અને નિફટી 14,083 ઉપર નજરે પડ્યો હતો.

બજેટ દરમ્યાન બજારમાં નજર પડેલા ઉતાર-ચઢાવની સ્થિતિ આ મુજબ હતી

SENSEX
Open 46,617.95
High 48,004.71
Low 46,433.65

NIFTY
Open 13,758.60
High 14,113.55
Low 13,661.75

Don`t copy text!