બજેટ 2021 / સરકાર દ્વારા બજેટમાં થઈ મોટી જાહેરાત…

સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. પહેલી ઓક્ટોબર સુધી દેશમાં નવી કસ્ટમ નીતિ લાગુ કરી દેવાશે.

  • સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો
  • મોબાઈલ ટેક્નોલોજી પર કસ્ટમ ડ્યુટીને વધારી
  • કોપર અને સ્ટીલમાં ડ્યૂટી ઘટાડવામાં આવી

સોનું-ચાંદીની કિંમતમાં થશે ઘટાડો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે, મોબાઈલ ટેક્નોલોજી પર કસ્ટમ ડ્યુટીને વધારી દેવાઈ છે. હવે 2.5 ટકા સુધી વધારો કરી દેવાયો છે. જો કે, તેની સામે કોપર અને સ્ટીલમાં ડ્યૂટી ઘટાડવામાં આવી છે. નાણાં પ્રધાન નીર્મલા સીતારમણે કહ્યું કે, સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. પહેલી ઓક્ટોબર સુધી દેશમાં નવી કસ્ટમ નીતિ લાગુ કરી દેવાશે.

મહત્વનું છે કે, સોના-ચાંદીમાં જાહેરાતના કારણે લોકોને આગામી સમયમાં ફાયદો મળી શકે છે. હાલ સોનાની કિંમત 50 હજાર પ્રતિ તોલા પર રહે છે. ત્યારે આ જાહેરાત બાદ સોના ચાંદીના ભાવમાં અસર જોવા મળશે.

અન્ય મહત્વની જાહેરાત

ટેક્સ ઓડિટની લિમીટ વધારીને 10 કરોડ કરવાનો પ્રસ્તાવ
ડિસેમ્બરમાં 2021માં માનવ રહિત ઉપગ્રહ છોડાશે
ટેક્સમાં છૂટ માટે ઝીરો કૂપન બોન્ડ બહાર પડાશે
NRI પર ડબલ ટેક્સનો બોઝો દૂર કરાયો
NRI માટેનાં વિવાદને ઓનલાઇન નિવેડો લાવવામાં આવશે
ટેક્સ ચોરીનાં જુના કેસો ખુલશે
સિનિયર સિટીઝનને ITR ફાઈલ કરવાની જરુર નહી પડે
75 વર્ષથી ઉપરનાં વ્યક્તિઓને ટેક્સમાંથી છૂટ
ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ આ વર્ષે PSLV-CS51 લોન્ચ કરશે
સ્વામિત્વ સ્કીમમાં 1.8 લાખ લોકોને કાર્ડ મળશે – નિર્મલા સીતારમણ
એસસી-એસટી વિદ્યાર્થીઓ માટે 35,200 કરોડની ફાળવણી
લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાનું કરાયું એલાન
આદિવાસી વિસ્તારોમાં 758 એકલવ્ય શાળાઓ શરુ કરાશે
15 હજાર શાળાઓ આધુનિક બનાવવામાં આવશે
ઉચ્ચ શિક્ષણ માટે કમિશન બનાવવામાં આવશે
15 હજાર મોડેલ શાળા તૈયાર કરાશે
મત્સ્ય ઉદ્યોગ માટે 5 નવા બંદર બનશે
100 નવી સૈન્ય શાળાઓ બનશે
મહિલાઓ દરેક શિફ્ટમાં કામ કરી શકશે
અસંગઠિત ક્ષેત્રો માટે નવુ પોર્ટલ બનાવવામાં આવશે – નાણામંત્રી
આ વર્ષે એલઆઈસીનો આઈપીઓ લાવવામાં આવશે – નાણામંત્રી
ફાઇનાન્શિયલ વર્ષ 2021-22માં 1.75 લાખ કરોડ રુપિયાનું રોકાણ કરવાનું લક્ષ્‍ય – નિર્મલા સીતારમણ
ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી એફડીઆઈ થઈ શકશે
100 નવા શહેર સિટી ગેસ વિતરણમાં જોડવામાં આવશે
દેશમાં વીજળીથી જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂ કરવા 3 લાખ કરોડ રુપિયાથી વધારેની સ્કિમ લોન્ચ કરવામાં આવી રહી છે
સૌર ઉર્જા કોર્પોરેશન માટે 1 હજાર કરોડની ફાળવણી
ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ લાભાર્થીઓને જોડાશે
જમ્મુ કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજના માટે એલાન
1.50 લાખ યુવાનોને દર વર્ષે નોકરી આપવામાં આવશે
રાષ્ટ્રીય રેલવે યોજનાઃ કુલ 1.1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને અપાયું
મેટ્રો-સિટી બસ માટે 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે કોચ્ચિ, બેંગલુરૂ, ચેન્નઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને આગળ વધારાશે
શહેરી બસ સેવા માટે 18 હજાર કરોડની ફાળવણી
1100 કિમી કેરલ નેશનલ હાઈવે, મુંબઈ કન્યા કુમારી નેશનલ હાઈવેમાં સમાવેશ
25 હજાર કરોડના ખર્ચે કોલકત્તા-સિલિગુડી રોડ રિપેર કરાશે
માર્ગ અને પરિવહન મંત્રાલય માટે 1.18 લાખ કરોડની ફાળવણી
તામિલનાડુમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત 3500 કિલોમીટરના નવા નેશનલ હાઇવે બનશે
આગામી પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રુપિા ક્લિન એર પર ખર્ચ કરાશે.
શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 પર એક લાખ 41 હજાર કરોડ રુપિયા ખર્ચ કરાશે.
3 વર્ષમાં 7 ટેક્સટાઇલ પાર્ક બનાવાશે
પોષણ પર ફોકસ કરવામાં આવશે, ન્યુટ્રીશન 112 અસ્પરેશનલ જિલ્લામાં તેનાં પર ખાસ ધ્યાન અપાશે. જળ જીવન મિશન (અર્બન) લોન્ચ કરવામાં આવશે.
વેક્સિનેસન માટે 35 હજાર કરોડ ફાળવાયા
સ્વાસ્થ્ય માટે 2.23 લાખ કરોડ ફાળવાયા, 138 ટકાનો વધારો કરાયો
32 એરપોર્ટ પણ બનાવવામાં આવશે
મિશન પોષણ 2.0 લોન્ચ કરીશું
અર્બન જલજીવન મિશન પર 2.97 લાખ કરોડ ખર્ચ કરીશું
Don`t copy text!