બેઇજિંગ તેના પડોશીઓની ટીકા કરવાને બદલે તેની ડૂબતી અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે,તાઇવાન

તાઇપે,તાઇવાને ચીનને અરીસો બતાવ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે તે તેની કઠપૂતળી નથી. તાઈવાન તરફથી આ પ્રતિક્રિયા ચીને તાઈવાનના વિદેશ મંત્રી જોયસ જોસેફ વુના ઈન્ડિયન ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ પર વાંધો વ્યક્ત કર્યા બાદ આવી છે.

ચીને આ ઈન્ટરવ્યુને વન ચાઈના નીતિનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેના પર તાઈવાનના વિદેશ વિભાગની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત કે તાઈવાન ન તો પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનનો ભાગ છે અને ન તો તેની કઠપૂતળી છે. અમે બંને મુક્ત મીડિયા સાથે લોકશાહી છીએ. આપણા પર કોઈ રાજ કરી શકે નહીં. તાઇવાને બેઇજિંગને તેના પડોશીઓની ટીકા કરવાને બદલે તેની ડૂબતી અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપી.

તાઈવાને લગભગ ૨૧ ચીની મિલિટરી એરક્રાફ્ટ અને ૬ નેવી જહાજો શોધી કાઢ્યા હતા. તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચાઈનીઝ ડ્રોન એ ૨૧ ચીની વિમાનોમાંનું એક હતું જેણે તાઈવાન સ્ટ્રેટ મધ્ય રેખાને ઓળંગી હતી. તાઈવાન વિમાનો પર નજર રાખી રહ્યું છે.