- દાતા બામણીયા લીલાવતી બેન ધીરૂભાઈ તરફથી શાળાને વોટર કુલર આપવાની જાહેરાત કરવામાં આવી.
ગોધરા, બાહી કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવ 2023 યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન ફાલ્ગુન પંચાલના હસ્તે બાલવાટિકા ,આંગણવાડી અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અધિક કલેકટર ગોપાલચંદ્ર બામણીયા અને તેમની ટીમ અશોકસિંહ બી. સોલંકી, ગણપતસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ સોલંકી, તુષાર કુમાર દરજી, જયદીપસિંહ કે. સોલંકી, હિતેન્દ્રસિંહ બી. સોલંકી તરફથી સ્કૂલબેગ, નોટ બુક્સ, કંપાસ, દેશી હિસાબ, પેન, શૈક્ષણિક કીટનું પ્રવેશ મેળવનાર બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
દાતા બામણીયા લીલાવતિબેન ધીરૂભાઈ (એન.આર.આઈ. કેનેડા) તરફથી શાળાને વોટર કુલર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
જયદ્રથસિંહ સોલંકી તરફથી તેમના પિતાના સ્મરણાર્થે વોટરબેગ અને વિજયકુમાર પરમાર તરફથી ટેબલ ફેન આપવામાં આવ્યો હતો. તમામ દાતાઓનો બાહી કુમારશાળા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શાળા પ્રવેશ કાર્યક્રમમાં ધોરણ ત્રણ થી આઠના ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા બાળકોને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું હતું. દાતાઓનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણીઓ પી.ડી સોલંકી,પરાક્રમસિંહ સોલંકી, દશરથસિંહ સોલંકી, મહિપાલસિંહ સોલંકી, ચંદ્રવીરસિંહ સોલંકી, પ્રમોદ સિંહ સોલંકી, હિતેન્દ્રસિંહ સોલંકી, હસમુખભાઇ વણકર, મનુભાઈ વણકર, દુધાભાઈ વણકર,અર્જુનસિંહ આહિર, એસએમસીના અધ્યક્ષ અને સભ્યઓ,ગ્રામ પંચાયતના સરપંચ ,તાલુકા પંચાયત સદસ્ય અસ્મિતાબેન તેમજ સભ્યો,ગ્રામજનો હાજર રહ્યા હતા.