
- દાહોદ નજીક છાપરી ગામેં માથેલા સાંઢની જેમ ધસી આવેલા પાણીના ટેન્કરે બાઈકને અડફેટમાં લીધી : એકનું મોત:એક ઇજાગ્રસ્ત.
દાહોદ,દાહોદ તાલુકાના છાપરી નજીક દાહોદ ઝાલોદ હાઇવે પર સામેથી પુરપાટ આવી રહેલા પાણીના ટેન્કર ચાલકે સામેથી મોટર સાઇકલ પર આવતા બે યુવકોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જયારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 મારફતે દાહોદના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.જયારે બનાવની થોડીક જ ક્ષણોમાં ઘટના સ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસે પાણીના ટેન્કરને કબજો લઈ પોલીસમાં થકે લઈ જવામાં આવ્યો હતો. તેમજ ટેંકર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રોજમ ગામના પટેલ ફળિયાના રહેવાસી 18 વર્ષીય સાહિલ ભાઈ કનુભાઈ મુનિયા તેમજ 18 દુર્ગેશ દિનેશભાઈ પરમાર પોતાના કબજા હેઠળની Gj-20-BC-1760 નંબરની મોટર સાયકલ પર સાહીલભાઈની બેન સેજલબેનના લગ્નની કંકોત્રી આપવા રોઝમ ગામેથી લીમડી મુકામે ગયા હતા. જ્યાંથી સાંજે પરત ઘરે આવતી વેળાએ રસ્તામાં Gj-20-AH-0091 નંબરના શિવમ વોટર સપ્લાયના પાણીના ટેન્કર ચાલકે આ બંને બાઈક સવારોને સામેથી ટક્કર મારી અડફેટમાં લેતા બંને મોટરસાયકલ સવારો રોડની સાઈડમાં ફંગોલાઇને પટકાતા સાહિલભાઈ મુનિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે દુર્ગેશભાઈ ના માથાના તેમજ કાનના ભાગે ગંભીર પહોંચતા તેઓને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઘટનાની થોડીક જ ક્ષણોમાં સ્થળ પર પહોંચેલી બી ડિવિઝન પોલીસે મરણજનાર સાહિલભાઈની લાશનો કબજો મેળવી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી દીધો હતો. અને પાણીના ટેન્કરને કબજે લઈ ટેન્કર ચાલાક વિરોધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.