નવીદિલ્હી, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બહેન અર્પિતાએ તાજેતરમાં જ દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં માથું ટેકવી અને પરિવારની સુખાકારી માટે દુઆ કરી હતી. અર્પિતાનો દરગાહ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં અપતા લીલા રંગના અનારકલી સૂટમાં જોવા મળી રહી છે. અર્પિતા સાથે તેનો પુત્ર આહિલ પણ જોવા મળી રહ્યો છે.
અર્પિતાના પતિ આયુષ શર્માએ પણ હાલમાં જ ઈન્ટરવ્યુમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગની વાત કરી છે. તેણે કહ્યું, આ અમારા માટે કપરો સમય છે. અમારો આખો પરિવાર આ સમયે સાથે છે. આયુષે વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે તેથી અત્યારે કંઈપણ કહેવું યોગ્ય નથી. મુંબઈ પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. આ સમયે હું ફક્ત તે દરેકનો આભાર માનું છું જેણે અમારા માટે પ્રાર્થના કરી છે. હવે સલમાન ખાન પણ કામ પર પાછો ફર્યો છે.