બગસરાનાં ઘંટીયાણ ગામે જુની ચલણી નોટો ભરેલ કાર ઝડપાઇ

અમરેલી, જુનાગઢ જિલ્લાનાં માંગરોળ ગામેરહેતા ઈબ્રાહીમભાઈ મહમદભાઈ કરડ તથા હનીફભાઈ કાસમભાઈ મથ્થા તથા જુનાગઢની મધુરમ સોસાયટીમાં રહેતા નરેશભાઈ રતીભાઈ ટાટમીયા પોતાના હવાલાવાળી કાર નં. જી.જે.-૧૧ સીએચ ૧૪૦૦માં પોતાના કબ્જામાં ભારત સરકાર ધ્વારા ચલણમાંથી રદ કરેલ ભારતીય ચલણની રૂપિયા ૫૦૦નાં દરની નોટ નંગ-૪૯૯ કિંમત રૂા.૨,૪૯,૫૦૦ની લઈ બગસરા તાલુકાનાં ઘંટીયાણ ગામેથી નીકળતા હોય. ત્યારે બગસરા પોલીસે તેમને મોબાઈલ ફોન-૩ મળી કુલ રૂા.૧૨,૨૦,૫૦૦નો મુદામાલ સીઆરપી કલમ ૧૦૨ મુજબ તપાસ માટે કબ્જે લઈ જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અમરેલી શહેરનાં લાઠી રોડ ઉપર આજે સાંજનાં સમયે માર્ગ ઉપર આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર અચાનક જ આગ લાગતાં ત્યાંથી પસાર થતાં રાહદારી દ્વારા અમરેલી ફાયર ફાયટર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગનાં કર્મીઓ હિંમતભાઈ બાંભણીયા, ભગવતસિંહ ગોહેલ, પ્રવિણભાઈ ચૌહાણ તથા જયવંતસિંહ પઢિયાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર ડીસીપી ફાયર એક્સટીગ્યુશર ૯ કિલોનો ઉપયોગ કરી આગ ઉપર કાળુ મેળવી લઈ આગને વધુ ફેલાતાં રોકી હતી.