અમદાવાદ,
આજે સવારે ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું જ્યારે ૧૦થી વધુ ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું અને દસથી વધુ લોકોને ઇજા પામી હતી. આ ઘટનાની તાત્કાલિક ૧૦૮ ને કોલ કરી જાણ કરવામાં આવી હતી જેથી ૧૦૮ તરત ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત થયેલા તમામને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું, જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયુ હતું અને દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા તમામને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.