બાંગલાદેશની મસ્જીદમાં ૬ એ/સીમાં વિસ્ફોટ થતા ૧૭ના મોત : રપ લોકો ઘાયલ થતા ખળભળાટ

  • બાંગ્લાદેશના ઢાંકાના એક મસ્જીદમાં વિસ્ફોટ થવાના કારણ ૧૭ લોકના મોત અને રપ લોકો ઘાયલ થવાના વાવડ મળ્યા છે.

નારાયણગંજ રિવર પોર્ટ ટાઉનમાં આવેલી બૈતુલ સલાત મસ્જિદમાં રાતે 9 વાગ્ય નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતોમીડિયાના અહેવાલ અનુસાર 25 નમાઝીઓ દાઝી ગયા છેસરકાર સંચાલિત ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલના બર્ન યુનિટ નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીના વડા ડોસામનૃથાલાલ સેનના જણાવ્યા અનુસાર 17 નમાઝીઓના મોત શનિવારે સારવાર દરમિયાન થયા હતાં જ્યારે એક સગીર છોકરાનું મોત શુક્રવારે જ થઇ ગયું હતું .

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અન્ય 25 લોકોની બર્ન યુનિટમાં સારવાર ચાલી રહી છે પણ તેમનો શરીરનો 90 ટકા ભાગ બળી ગયો હોવાથી તેમની સિૃથતિ અતિ ગંભીર બતાવવામાં આવી રહી છે વડાપ્રધાન શેખ હસીનાએ પણ આજે સવારે ડો સેન સાથે વાત કરી હતી અને ઘાયલો અંગે ચિંતા વ્યકિત કરી હતી અને તેમને શક્ય તમામ સારવાર આપવાની સૂચના આપી હતી ફાયર વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર લીક પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થવાથી આગ લાગી હોવાની શક્યતા છે .

નારાયણગંજ ફાયર સર્વિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ ડાયરેક્ટર અબ્દુલ્લાહ અલ અરેફીનના જણાવ્યા અનુસાર મસ્જિદની નીચે ગેસની પાઇપલાઇન પસાર થાય છે અમને શંકા છે કે આ પાઇપલાઇનમાંથી ગેસ લીક થયો હશે એસી કે પંખા ઓન કે ઓફ કરતી વખતે સ્પાર્ક થવાથી વિસ્ફોટ થયો હોવાની શંકા છે .ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ થવાની સાથે જ પાંચથી લોકો મસ્જિદની બહાર નીકળી આવ્યા હતાં જ્યારે ગંભીર રીતે દાઝેલા નમાઝીઓ જમીન પર પડેલા હતાં બાંગ્લાદેશ ફાયર સર્વિસ એન્ડ સિવિલ ડિફેન્સ સ્ટેટ ગેસ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન એજન્સી ટાઇટસ અને નારાયણગંજ જિલ્લા વહીવટી તંત્રે આ વિસ્ફોટની તપાસ માટે એક સમિતિની રચના કરી છે .