મુંબઇ,મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ સરકારને પત્ર લખ્યો છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં ન આવે. બાગેશ્ર્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઘણા સમયથી ચર્ચામાં છે. તેઓ દેશભરના શહેરોમાં સત્સંગના કાર્યક્રમો કરી રહ્યા છે. તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. આ સત્સંગના આગામી ક્રમમાં ૧૮-૧૯ માર્ચના રોજ મુંબઈમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. કોંગ્રેસે આ કાર્યક્રમનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રમાં યોજાનાર બાગેશ્ર્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સત્સંગ કાર્યક્રમ સામે મહારાષ્ટ્ર કોંગ્રેસે મોરચો ખોલ્યો છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની આ ઘટના વિરુદ્ધ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદર વિસ્તારમાં બાબા બાગેશ્ર્વર ધામના કાર્યક્રમને મંજૂરી ન આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે બાબા બાગેશ્ર્વર ધામનો બે દિવસીય કાર્યક્રમ ૧૮ અને ૧૯ માર્ચે યોજાનાર છે. કોંગ્રેસે કહ્યું છે કે સરકારે આ કાર્યક્રમને મંજૂરી આપવી જોઈએ નહીં.
નાના પટોલેએ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં કહ્યું કે મહારાષ્ટ્ર પ્રગતિશીલ વિચારો ધરાવતું રાજ્ય છે. અંધશ્રદ્ધા ફેલાવનાર અને સંત તુકારામ મહારાજનું અપમાન કરનારા બાબા બાગેશ્ર્વરના કાર્યક્રમને આવી સ્થિતિમાં મંજૂરી ન આપવી જોઈએ. જો ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે તો જનતાને ગેરમાર્ગે દોરવામાં આવશે અને તેમની લાગણી અને આસ્થા સાથે રમત રમાશે. પટોલેએ કહ્યું કે હું વિનંતી કરું છું કે આવા કાર્યક્રમોને મંજૂરી ન આપવી જોઈએ.