બાગાયતી આઈ ખેડુત ઓન લાઇન અરજીઓ તા.30 જૂન સુધીમાં જમા કરાવી શકાશે

દાહોદ, નાયબ બાગાયત નિયામક ની કચેરીના જણાવ્યા અનુસાર વર્ષ 2023-24 માટે બાગયતી સહાયતાલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે આઈ-ખેડુત પોટલ તા.22/04/2023 થી 31/05/2023 સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ હતું. જે અન્વયે અરજદાર ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ સાથે જરૂરી આધરકાર્ડ, બેન્ક પાસબુક, 8-અ, 7 અને 12 નો તાજેતરનો ઉતારો, સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો(અનુ સુચિત જાતિ અને અનુ સુચિત જનજાતિ માટે) જેવા સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી રૂમ નંબર 233-235,જીલ્લા સેવાસદન દાહોદ ટેલિફોન નં 02673-239251 ખાતે સત્વરે રૂબરૂ કે ટપાલ દ્વારા તા.30 જૂન 2023 સુધી મોકલી આપવા જેથી વેહલા તે પેહલાના ધોરણે ગ્રાન્ટની મર્યાદામાં પૂર્વ મંજુરી આપવાની આગળની કાર્યવાહી ત્વરિત કરી શકાય તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી દાહોદ દ્વારા જણાવ્યું છે.