બદ્રીનાથમાં વીઆઈપી દર્શન બંધ કરાવવા માટે સ્થાનિક લોકોએ આંદોલન ચલાવ્યું

દહેરાદુન, ઉત્તરાખંડના બદ્રીનાથમાં સ્થાનિક વહીવટીતત્રં અને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિની કથિત અનિયમિતતાઓ સામે આક્રોશ વ્યક્ત કરતા, પૂજારી સમુદાય અને સ્થાનિક લોકોએ તેમની દુકાનો બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કયુ હતું. આંદોલનકારીઓએ બદ્રીનાથમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા બધં કરવા, સ્થાનિક લોકો માટેના પરંપરાગત માર્ગેા પરના અવરોધો દૂર કરવા, મંદિરમાં પહેલાની જેમ પ્રવેશ કરવા સહિતની અડધો ડઝનથી વધુ માગણીઓ સાથે હંગામો મચાવ્યો હતો. બાદમાં આંદોલનકારીઓ અને મંદિર સમિતિના અધિકારીઓ વચ્ચેની વાતચીત બાદ રસ્તા પરથી બેરીકેટસ હટાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ આંદોલન પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. જોશીમઠના સબ-કલેકટર ચંદ્રશેખર વશિે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓને આંદોલનકારીઓની અન્ય માંગણીઓ વિશે જાણ કરવામાં આવી છે.

દરમિયાન, વીઆઈપી દર્શન પ્રણાલી બધં કરવાની આંદોલનકારીઓની માંગ પર, મંદિર સમિતિના ઉપાયક્ષ કિશોર પંવારે જણાવ્યું હતું કે રાય સરકારની સૂચના પર હજુ સુધી વીઆઈપી દર્શન વ્યવસ્થા શરુ કરવામાં આવી નથી. શ્રદ્ધાળુઓના જબરદસ્ત ઉત્સાહને જોઈને ઉત્તરાખડં સરકારે દેશના તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને વિનંતી કરી છે કે પહેલા ૧૫ દિવસમાં વીઆઈપી લોકોને ચારધામ દર્શન માટે ન આવવા દેવામાં આવે. ૧૦મી મેથી ચારધામ યાત્રાનો પ્રારભં થયો છે. દિવસની શઆતમાં, યાત્રાળુ પાદરીઓ અને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કયુ અને બજારો અને દુકાનો થોડા સમય માટે બંધ રાખી, યાત્રાળુઓને આવશ્યક ચીજવસ્તુઓની જર પડી.

કેદારનાથ અને બદ્રીનાથમાં માસ્ટર પ્લાનના નામે થઈ રહેલી કથિત ગેરરીતિઓને લઈને બંને તીર્થસ્થળોમાં સ્થાનિક પ્રશાસન સામે રોષ છે. જેના કારણે ભગવાન બદ્રીનાથના દર્શન કરવા આવેલા હજારો શ્રદ્ધાળુઓ પણ પરેશાન રહ્યા હતા