- શાળામાં બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા ગોળી આપવામાં આવી હતી .
- અંદાજીત 10 જેટલા બાળકોની તબિયત લથડી.
- કેટલાક બાળકોને ચક્કર તો કેટલાક બાળકોને પેટમાં દુખાવાની તકલીફ થઈ .
- 10 બાળકો હાલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વે તમામ બાળકોનેશનમાં રખાય.
સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે બીડ ફળિયામાં ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળામાં 40 બાળકોને બ્લડ વધારવા માટેની ક્રૂપોષિત જે સરકારને અભિયાન ચાલી રહેલું છે. દર બુધવારે આયર્નની ગોળી આપવામાં આવે છે, જે બપોરે જમ્યા પછી દરેક બાળકને એક ગોળી આપવામાં આવે છે. જેમાંથી 10 બાળકને આ ગોળી આપવાથી કાળી જીભ થઈ ગઈ અને પેટમાં દુ:ખાવો ઉપાડતા એક પછી એક બાળકો કહેવા લાગ્યા શિક્ષકને શિક્ષકે તાત્કાલિક તેમના વાલીઓને બોલાવીને 108 દ્વારા આ બાળકોને સંતરામપુર હોસ્પિટલમાં લાવવામાં આવેલા હતા અને તાત્કાલિક એમની સારવાર કરવામાં આવેલી હતી. વાલીઓ ગભરાઈ જતા તાત્કાલિક આ બાળકોને સારવાર માટે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં લાવવામાં આવેલા હતા. હાલમાં તમામ બાળકોની સ્થિતિ સારી છે, પરંતુ તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા છે.
જીગ્નેશ ભગોરા, મેડિકલ ઓફિસર, ઉંબીર…
ગુજરાત સરકારની યોજના બાળકોને દર બુધવારે ખૂન બનવા માટે અને સ્ટેમિનાર જળવાઈ રહે તે માટે આ ગોળી આપવામાં આવે છે. આ બાળકોને અત્યાર સ્થિતિ સારી છે અને આનું અમે કારણ જાણીશું, તપાસ કરાવીશું, :-
વિદ્યાર્થીના મામા, સંજયભાઈ ડામોર …
અચાનક અમારા બાળકો આવી રીતે પેટમાં દુ:ખાવો અને જીભ કાળી થઈ જતી હોય ત્યાં અંગે આરોગ્ય વિભાગે અને શિક્ષકો પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમની જવાબદારીમાં આવે છે. અમારા બાળકને કઈ થવું ના જોઈએ. :-
જીલ્લા શિક્ષણ અધિકારી, મદનસિંહ ખરાડી, સંતરામપુર…
પાદેડી બીડ પ્રાથમિક શાળામાં બાળકોની તબિયત બગડતા અને અમને ખબર પડતા અમે તાત્કાલિક સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં બાળકો સાથે છીએ. અત્યારે બાળકની તબિયત સારી છે. :-