- ગુમ થયેલ તરૂણ ધ્યાનમાં આવે તો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ (AHTU) શાખા ખેડા-નડિઆદ ખાતે જાણ કરવા વિનંતી.
- જાણ કરનારને યોગ્ય ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવશે.
નડીયાદની બધિર વિદ્યાલય, યોગીનગર ખાતે થી 16 વર્ષીય મુકબધિર તરૂણ હિતેશભાઈ સરદારભાઈ સંગોડ ગુમ થયેલ છે. જે બાબતે નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. પાર્ટ-એગુ.ર.નં.11204047240019/2024 ઈ.પી.કો. કલમ 363 મુજબના ગુનાના ગુમ/અપહરણ થયેલ હિતેશભાઈ સરદારભાઈ સંગોડની તપાસ કરતા હજી સુધી મળેલ નથી. ગુમ થયેલ હિતેશભાઈ સરદારભાઈ સંગોડ મુળ દાહોદ જીલ્લાનાં ધાનપુર તાલુકાનાં પાવ છાપરીનો વતની છે.
આ મુકબધિર બાળક શરીરે પાતળા બાંધાનો, રંગે ઘઉંવર્ણનો, ઉંચાઇ આશરે 4.5 ફુટના આશરાનો છે જેણે શરીરે કાળા કલરનું સ્વેટર તથા પેન્ટ પહેરેલ છે. તે પોતાનું નામ તથા ગામનું નામ દાહોદ ગુજરાતીમાં લખી શકે છે. જે જયાં પણ જોવા મળે/મળીઆવે AHTU શાખા ખેડા-નડિઆદ ખાતે જાણ કરવા વિનંતી છે. જાણ કરનારને યોગ્ય ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવશે. વધુમાં આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર, આર.આઈ.સોલંકી, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ, (AHTU ) શાખા ખેડા-નડિયાદ મો.નં.9408544466, 9925998825 નો સંપર્ક કરી શકાશે એમ અઇંઝઞ શાખા ખેડા-નડિયાદની અખબાર યાદીમાં જણાવેલ છે.