હવે Google Pay નવા રૂપરંગમાં તમારા સ્માર્ટફોનમાં એન્ટ્રી કરવાની છે. ઓનલાઈન પેમેન્ટ સર્વિસ એપ Google Payની શરૂઆત વર્ષ 2015માં 11 સપ્ટેમ્બરના રોજ થઈ હતી, ત્યાર બાદ આ એપમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. જોકે કંપની વધુ એક નવા ફેરફાર સાથે ધૂમ મચાવવાની છે. આ એપમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે.
તમે તમારા સ્માર્ટફોનમાં Google Payને જુઓ છે તે લોગો હવે બદલાઈ જવાનો છે. આ લોગોમાં ગૂગલના જ મુખ્ય રંગોનો ઉપયોગ થયેલો છે જેમાં લાલ, પીળો, લીલો અને ભૂરો. આ એપનો જૂનો લોગો તો બધાને યાદ છે જેમાં Google નો G છે અને Pay નો Pay જ છે. પણ જે નવો લોગો આવવાનો છે તેમાં ખૂબ મોટો બદલાવ છે.
Google Pay નો નવો લોગો ખૂબ મૂંઝવણ વાળો છે કારણ કે તમે જ્યારે આ નવા લોગોને જોશો તો તમને ખબર નઇ પડે કે આ કેવા પ્રકારનો લોગો હશે. ગૂગલે નવા અપડેટમાં અમુક લોકોને આ લોગો આપી દીધો છે. આ લોગો વિશે ઘણા લોકો ટ્વિટર પર પણ ચર્ચા કરી રહ્યા છે.