ગોધરા,
ગોધરા રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.1 ઉપર ઉભી રહેલ કોટા-વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બામાંં શૌચાલય પાસેે થેલા માંથી અંદાજીત દોઢ માસનુંં બાળક મળી આવ્યું હતું. રેલ્વે પોલીસ દ્વારા બાળકનો કબ્જો લઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને ત્યાંથી બાળકને શિશુગૃહ પથ્થર તલાવડીને સોંપવામાં આવ્યું.
ગોધરા રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.1 ઉપર વડોદરા-કોટા ટ્રેન ઉભી હતી. આ ટ્રેનના જનરલ કોટાના ડબ્બામાં શૌચાલય પાસે પડેલ થેલા માંથી બાળકનો રડવાનો અવાજ આવતાં ટ્રેનના મુસાફર દ્વારા રેલ્વે પોલસને જાણ કરવામાં આવી હતી. રેલ્વે પોલીસે ડબ્બામાં થેલામાંં રાખેલ અંદાજીત દોઢ માસના બાળકનો કબ્જો મેળવ્યો હતો અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં બાળકની હાલત સ્થિર જણાતા બાળકને પથ્થર તલાવડી શીશુગૃહ ખાતે મોકલવામાં આવ્યું હતું. રેલ્વે સ્ટેશન વડોદરા-કોટા ટ્રેન માંથી મળી આવેલ બાળક કોણ મુકી ગયું તેની તપાસ માટે રેલ્વે પોલીસ દ્વારા સીસી ટીવી ફુટેઝ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.