તારક મહેતા…ના બબીતાજી બુરખો પહેરીને પહોંચ્યા મસ્જિદ, પછી કહ્યું એવું જેનાથી લોકો ગુસ્સે થઈ ગયા.

મુંબઇ,
’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી મુનમુન દત્તા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. હાલ તે આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. આ ટ્રીપ પર તે તેની માતા સાથે ગઈ છે. બબીતાજીએ સફર દરમિયાન અબુ ધાબીની મસ્જિદની પણ મુલાકાત લીધી હતી અને તેની બહારના કેટલાક ફોટા ક્લિક કર્યા હતા. જે તે બાદ ટ્રોલર્સના નિશાને આવી છે.

બબીતા જી ઉર્ફે અભિનેત્રી મુનમુન દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. એમને સફર દરમિયાન અબુ ધાબીની મસ્જિદની મુલાકાત લીધી હતી અને તેની બહારના કેટલાક ફોટા ક્લિક કર્યા હતા. મુનમુન દત્તાએ અબુ ધાબીમાં શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ પહોંચ્યા પછી ફોટા ક્લિક કર્યા અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. હવે અભિનેત્રી મુનમુન દત્તા ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. તેની આ પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો તેના કોમેન્ટ સેક્શનમાં જઈને ધર્મને ટાંકીને કોમેન્ટ કરી છે. વધુ પડતાં લોકો જય શ્રી રામ ની કોમેન્ટ કરી રહ્યા છે.

ચાલો તમને જણાવીએ કે લોકો શું ટિપ્પણી કરી રહ્યા છે. એકે લખ્યું, ’શું મસ્જિદમાં જાય છે? આપણે ત્યાં હિંદુ મંદિરની કમી છે?.’ બીજાએ લખ્યું, ’હિન્દુ બનો, મંદિરમાં જાઓ, મસ્જિદમાં નહીં.’ ઘણા લોકો જય શ્રી રામ લખી રહ્યા છે અને મુનમુન દત્તાને અનફોલો કરવાનું કહી રહ્યા છે. આ કમેન્ટ્સ જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ તેના મસ્જિદ જવાથી ખુશ નથી.
આ વાયરલ થયેલ ફોટામાં તમે જોઈ શકો છો કે બબીતાજીએ કાળા રંગનો બુરખો પહેર્યો છે. જો કે તેનો આ ફોટો પોસ્ટ કરતી વખતે બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ કેપ્શનમાં લખ્યું કે- ’મને હિન્દુ હોવા પર ગર્વ છે. આગળ લખ્યું કે ’કોઈ પણ કંઈપણ પૂછે અથવા કંઈ મૂર્ખતાપુર્ણ ધારી લે તે પહેલાં… હું ગૌરવપૂર્ણ હિંદુ છું અને જો હું બીજા દેશ અને સંસ્કૃતિની મુલાકાત લઈશ, તો હું તેનું સન્માન કરીશ. તેવી જ રીતે, હું અપેક્ષા રાખીશ કે અન્ય ધર્મના કોઈપણ વ્યક્તિ મારા ધર્મ અને માન્યતાઓને માન આપે.’

Don`t copy text!