મલેકપુર, ગયી કાલે બાકોર પોસ્ટે હદના બાબલીયા ચોકડી ખાતે બનેલ ફેટલ અકસ્માત બાબતે આજરોજ બાબલીયા ચોકડી ખાતે શામળાજી થી હાલોલ સ્ટેટ હાઈવે મેન્ટેનસ કરતી એલ એન્ડ ટીના અધિકારી તથા કર્મચારીઓ સાથે સંયુકત રીતે સ્થળ વીજીટ કરી ફેટલ અકસ્માત થવાના સંભવિત કારણો ચકાસી ભવિષ્ય આવા પ્રકારના ગંભીર વાહન અકસ્માતના ના થાય તે માટે હાઈવે કટની બન્ને સાઈડ ઝાડવા કટીંગ કરાવવામાં આવ્યા તથા વાહનો હાઈવે પર ધીમા પડે તે સારૂ બેરીયર મૂકાવવામાં આવેલ તથા ચોકડી પર મુકવામાં આવેલ બમ્પની દુરસ્તી કરાવવા, કેટ આઈ, યલો લાઈટ લગાવવા, એક્સિડન્ટ જોનના બોર્ડ લગાવવા રોડ ઓથોરિટીને નજીકના દિવસોમાં ઝડપથી પૂર્ણ કરાવવા સુચના કરવામાં આવી.