મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાકેસમાં મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું છે. પોલીસનું કહેવું છે કે છેલ્લા 25-30 દિવસથી આ હુમલાનો પ્લાન ઘડવામાં આવી રહ્યો હતો. બાબા સિદ્દીકી જ્યાં આવતા-જતા હતા તે વિસ્તારની આરોપીઓ સતત રેકી કરી રહ્યા હતા. આ ઘટનાના લગભગ 28 કલાક બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ ગેંગે સલમાન ખાનને સોશિયલ મીડિયા પર ધમકી પણ આપી છે. ગેંગે સલમાનને કહ્યું છે કે તારા કારણે અનુજ થાપનનું નુકસાન થયું
મુંબઈ પોલીસના સૂત્રો મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બાબા સિદ્દીકીની હત્યા મામલે પકડાયેલા બે આરોપીઓની પૂછપરછ દરમિયાન બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો હતો. આ આરોપીઓ છેલ્લા 25-30 દિવસથી તે વિસ્તારની રેકી કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓ ઓટોરિક્ષામાં બાંદ્રા પૂર્વના ફાયરિંગ કરાયું તે ઘટનાસ્થળે (જ્યાં ગોળી મારવામાં આવી હતી) આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરતા પહેલાં ત્રણેય ત્યાં થોડીવાર રાહ જોતા રહ્યા. પોલીસને આશંકા છે કે આરોપીઓને માહિતી આપનાર અન્ય કોઈ વ્યક્તિ છે.
ધરપકડ કરાયેલા બે આરોપીઓનાં નામ કરનૈલ સિંહ અને ધર્મરાજ કશ્યપ છે. કરનૈલ હરિયાણાનો રહેવાસી છે. ધર્મરાજ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. બાબા સિદ્દીકી કેસના ત્રીજા ફરાર આરોપીની ઓળખ થઈ ગઈ છે. આરોપીનું નામ શિવકુમાર છે. તે યુપીનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકીની હત્યાની સોપારી શિવકુમારને મળી હતી.
કોન્ટ્રાક્ટ કિલિંગ એંગલથી તપાસ થઈ રહી છે
માહિતી એવી પણ મળી રહી છે કે આ શૂટર્સ ઘણા દિવસોથી મુંબઈમાં રહેતા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ એ શોધી રહી છે કે અહીં આ શૂટર્સને કોણ મદદ કરતું હતું. શું આ શૂટરો સ્થાનિક રીતે કોઈની મદદ લેતા હતા કે નહીં? પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ કેસના ‘કોન્ટ્રાક્ટ’ કિલિંગ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે કારણ કે તેમને શંકા છે કે કેસના માસ્ટરમાઇન્ડે ટાર્ગેટની ઓળખ જાહેર કર્યા વિના હત્યારાઓને શૂટઆઉટ માટે ચુકવણી કરી હતી. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક હજુ ફરાર છે. કોઈ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ શકે નહીં. મુંબઈ પોલીસને સૂચના આપવામાં આવી છે.
મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટના પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પૂછપરછ દરમિયાન, આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ છે. લોરેન્સ ગેંગ આ ઘટનાને અંજામ આપવા માટે 2 મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે આરોપીઓ છેલ્લા 25-30 દિવસથી તે વિસ્તારની રેકી કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓ ઓટોરિક્ષામાં બેસી બાંદ્રા પૂર્વના શૂટિંગ સ્થળ જ્યાં ગોળી ચલાવવામાં આવી હતી ત્યાં આવ્યા હતા.
સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે શૂટર્સ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં હતા. કુર્લા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ચાર શૂટરને મારવાની સોપારી આપવામાં આવી હતી. દરેકને 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્રણેય આરોપી પંજાબની જેલમાં હતા. બિશ્નોઈ ગેંગનો શૂટર પહેલેથી જ એ જ જેલમાં હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી.
ક્રાઈમ બ્રાંચ શૂટરોની હિસ્ટ્રીની તપાસ કરી રહી છે
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ત્રીજા ગુનેગારની શોધ શરૂ કરી છે. ધરપકડ કરાયેલા બદમાશોમાં કરનૌલ સિંહ અને ધર્મરાજ કશ્યપનાં નામ સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ શૂટરોની હિસ્ટ્રીની તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરિયાણા, દિલ્હી અને યુપી પોલીસના સંપર્કમાં છે. મુંબઈ પોલીસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, હરિયાણાની CIA અને UP STFના સંપર્કમાં છે.
ધરપકડ કરાયેલા શૂટરોના ગુનાહિત રેકોર્ડ અને લોરેન્સ ગેંગ સાથેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. બંને શૂટરો વિશેની માહિતી હરિયાણા પોલીસની CIA અને UP STF સાથે શેર કરવામાં આવી છે. બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ શંકાસ્પદ છે. લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.