બાબા રામદેવ ફરી વિવાદમાં, પતંજલિ એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાં ફેલ

દહેરાદુન, બાબા રામદેવની કંપની પતંજલિની મુસીબતો ખાતમ થવાનું નામ લઈ રહી નથી. કોર્ટે હવે વધુ સખત વલણ બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટસ ઉપર અપનાવ્યું છે. સમગ્ર બાબત એમ છે કે, ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોન પાપડીના ટેસ્ટમાં નાપાસ થવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે. ત્રણેયને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલોપ

તમને જણાવી દઈએ કે, સોન પાપડીનો આ સમગ્ર મામલો ૨૦૧૯ સાથે સંબંધિત છે. ઉત્તરાખંડના પિથોરાગઢથી પતંજલિ નવરત્ન ઈલાયચી સોન પાપડીને લઈને ખૂબ ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદો સામે આવ્યા બાદ, ફૂડ સેટી ઈન્સ્પેક્ટરે પિથોરાગઢના બેરીનાગ વિસ્તારમાં આવેલી લીલા ધાર પાઠકની દુકાનમાંથી સેમ્પલ લીધા હતા. જે બાદ દુકાનદારની સાથે પતંજલિ આયુર્વેદ લિમિટેડને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૨૦ માં, ઉધમ સિંહ નગરની લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સોન પાપડી હલકી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી દુકાનના માલિક લીલાધર પાઠક, ડિસ્ટ્રીબ્યુટર અજય જોશી અને પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

સોન પાપડીના આ કેસમાં ચુકાદો ફૂડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ આપવામાં આવ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને છ મહિનાની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ત્રણેય પર ૫,૦૦૦, ૧૦,૦૦૦ અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અહી નોંધનીય છે કે, અગાઉ પણ સુપ્રીમ કોર્ટે બાબાને લપડાક લગાવી હતી કારણ કે, ભ્રામક જાહેરાતો આપી પતંજલિએ લોકોને ઠગ્યા હતા. એટલું જ નહીં વાત તો એ સુધી પહોંચી હતી કે બાબાએ સુપ્રીમના આદેશનો પણ અનાદર કર્યો હતો. અગાઉ કોર્ટે ૧૪ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવાયો હતો પ્રતિબંધ. જે ૧૪ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેમાં સ્વસારી ગોલ્ડ,સ્વસરી વટી,બ્રોક્ધોમ,સ્વયં વહેતો પ્રવાહ,સ્વસારી અવલેહ,મુક્ત વટી વધારાની શક્તિ,લિપિડોમ,બીપી ગ્રિટ,મધપૂડો, મધુનાશિની વટી વધારાની શક્તિ,લિવામૃત એડવાન્સ,લિવોગ્રિટ,આંખ પ્રકાશ સોનુ,પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપનો સમાવેશ થાય છે.