અયોગ્ય રીતે રજા લેતા રાજ્યમાં ૫ પીએસઆઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા

ગાંધીનગર,પોલીસની તાલીમ દરમિયાન બહાના બાજી નહીં ચાલે આવો કડક સંદેશો આપતા કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીના આઇપીજી અભય ચુડાસમાએ પાંચ પીએસઆઇને સસ્પેન્ડ કર્યા છે.

શિસ્તના પાયા પર રચાયેલા પોલીસ ફોર્સમાં ખોટા બહાના કરીને ખ રજા લઈ રહેલા તાલીમી પોલીસ અધિકારીઓ સામે શિસ્તના આગ્રહી એવા આઇપીએસ અભય ચુડાસમાએ કડક કાર્યવાહી શરૂ કરતાં ફાફડાટ ફેલાયો છે.

આ તાલીમાર્થીઓએ ખોટી કંકોત્રી છપાવી, જુનીયર કલાર્ક, તલાટી જેવી P.S.I. કક્ષાથી નીચેના દરજજાની તથા ઓછા પગાર ધોરણ ધરાવતી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના, પોતાની સગાઇ, ભાઇ-બહેનની સગાઇ, ભાઇ-બહેનના લગ્ન વિગેરે મતલબના ખોટા બહાના હેઠળ સંસ્થાના ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોરી ખોટી રજાઓ મેળવી હતી. તેઓને વિરુધ રીપોર્ટ કરવા છતાં તેઓએ ગેરશિસ્ત ભર્યુ વર્તન ચાલુ રાખ્યું હતું

તદ્ઉપરાંત ચેતવણી તથા ઠપકાની શિક્ષા કરવા કરવા છતાં તેમના વર્તનમાં કોઇ પણ પ્રકારનો સુધારો આવ્યો નહીં. તેઓને તાલીમ દરમ્યાન રૂ. ૪૯,૦૦૦ જેટલો પગાર મળતો હોવા છતાં પોતાની ફરજ ટાળવાની વૃત્તિથી વિવિધ પ્રકારની રજાઓ મેળવી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક કરી હતી. આમ પોલીસ ખાતા જેવા શિસ્ત વિભાગમાં નોકરીમાં ચાલુ રાખવા હિતાવહ ન હોઇ તેઓની નોકરી સમાપ્ત કરવા હુકમ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા તાલીમી પીએસઆઇમાં (૧) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ.મુન્નાભાઇ એચ.(૨) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ દેવલબેન વજુભાઇ દેવમુરારી (૩) તાલીમાર્થી બિન હથિયારી પો.સ.ઇ કમલેશકુમાર તલાભાઇ સુથાર (૪) તાલીમાર્થી બિન હથિયારી P.S.I. માદેવભાઈ અચળાભાઈ પટેલ (૫) તાલીમાર્થી બિન હથિયારી p.s.i.હરેશદાન અશોકદાન ટાપરીયાનો સમાવેશ થાય છે.