ઉત્તર પ્રદેશ માત્ર ભારત અને વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં સફળ નથી થઈ રહ્યું પણ એક નવો રેકોર્ડ બનાવવા માટે પણ તૈયાર છે. ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં (જાન્યુઆરીથી જૂન) લગભગ ૩૩ કરોડ પ્રવાસીઓ રાજ્યની મુલાકાતે આવ્યા હતા. તે જ સમયે, અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક બાદ અહીં આવતા પ્રવાસીઓ કાશીને પાછળ છોડી ગયા છે.૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં ૧૯.૬૦ કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યમાં આવ્યા હતા. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના પ્રથમ છ મહિનામાં ૧૩ કરોડ ૩૭ લાખથી વધુ પ્રવાસીઓ યુપી આવ્યા હતા. ખાસ વાત એ છે કે વર્ષ ૨૦૨૨માં જેટલા પ્રવાસીઓ રાજ્યમાં આવ્યા હતા તેના કરતાં આ વર્ષના પ્રથમ છ મહિનામાં એક કરોડથી વધુ પ્રવાસીઓ યુપીમાં આવ્યા છે.
પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે કહ્યું કે આ વર્ષે અયોયાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના પ્રતિષ્ઠા બાદ પ્રવાસીઓનું આગમન ઝડપથી વયું છે. જાન્યુઆરીથી જૂન વચ્ચેના છ મહિનામાં અત્યાર સુધીમાં કુલ ૧૦ કરોડ ૯૯ લાખ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ અયોયા આવ્યા છે. જ્યારે આ છ મહિનામાં વારાણસીમાં કુલ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૪.૬૧ કરોડ હતી.
તેમણે કહ્યું કે આ છ મહિનામાં કુલ ૪.૫૩ કરોડ દેશી અને વિદેશી પર્યટકો પ્રયાગરાજ આવ્યા અને ૩૫.૧૪ લાખ પ્રવાસીઓ લખનૌ આવ્યા. આગ્રામાં કુલ ૭૬.૮૮ લાખ દેશી અને વિદેશી પ્રવાસીઓ આવ્યા છે. જયવીર સિંહે કહ્યું કે ૨૦૨૫માં મહાકુંભ છે, તેનાથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થશે. આને યાનમાં રાખીને માત્ર પ્રયાગરાજમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રવાસન સુવિધાઓ વિક્સાવવામાં આવી રહી છે.