અયોધ્યા: અયોધ્યા રામમંદિરને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે, અયોધ્યા માં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીરામના દર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે. જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યા માં રામ મંદીરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે. વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખો યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહેશે.
અયોધ્યા માં રામનવમીના દિવસે રામલલા ૨૪ કલાક ભક્તોને દર્શન આપશે. પૂજા દરમિયાન મંદિરના દરવાજા થોડા સમય માટે જ બંધ રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિર પ્રશાસન અને અધિકારીઓને આ અંગે સૂચના આપી છે. આ વર્ષે રામ નવમી ૧૭મી એપ્રિલ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ભગવાનના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિર પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી અને સંપૂર્ણ માહિતી લીધી.
અયોધ્યા રામ મંદીરમાં ભગવાન રામના દર્શન કરવા માટે દરરોજ લગભગ દોઢથી બે લાખ રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ નવમીના દિવસે આ સંખ્યા ઘણી વધી શકે છે. આ જ કારણ છે કે કોઈપણ પ્રકારની અરાજક્તાથી બચવા માટે યોગી આદિત્યનાથે તમામ પ્રકારની સુવિધાઓ સમયસર પૂરી પાડવા, સ્વચ્છતા અને સુરક્ષામાં સુધારો કરવાના નિર્દેશ આપ્યા છે. આ માટે તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો સાથે સંકલન સ્થાપિત કરવા સૂચના આપી છે.