અયોધ્યાનો વિનાશ અને ગરીબોની જમીનો મોંઘા ભાવે છીનવી લેવા એ ભાજપની હારનું કારણ હતું,સપા નેતા અવધેશ પ્રસાદ

આ વખતે ઉત્તર પ્રદેશમાં લોક્સભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અખિલેશ યાદવની પાર્ટીએ યુપીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ચૂંટણીઓમાં, દેશભરમાં દરેકની નજર અયોયા પર ટકેલી હતી કારણ કે રામ મંદિરનો મુદ્દો કેટલો પ્રભાવશાળી હતો તે કોઈનાથી છુપાયેલ નથી. પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે બધા ચોંકી ગયા હતા, કારણ કે ભાજપને રામ મંદિરના આધારે અહીં જીતની આશા હતી, પરંતુ થયું બિલકુલ ઊલટું. ભાજપને અહીંથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ફૈઝાબાદ લોક્સભા મતવિસ્તારમાંથી બે વખત સાંસદ બનેલા લલ્લુ સિંહને સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે ૫૪,૫૬૭ મતોથી હરાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી માટે અયોયામાં મળેલી હારને પચાવવી બિલકુલ સરળ નથી. આથી બધાને આશ્ર્ચર્ય છે કે અયોયા જેવી સીટ પર ભારતીય જનતા પાર્ટીનો પરાજય કેમ થયો. આ બેઠક પર હારને લઈને મંથન ચાલુ છે. આ બેઠક પરથી વિજેતા ઉમેદવાર અવધેશ પ્રસાદે ખુદ ભાજપની હારનું કારણ સમજાવ્યું હતું.

સપાની ટિકિટ પર અયોયા જિલ્લાની ફૈઝાબાદ લોક્સભા બેઠક પરથી ચૂંટણી જીતેલા અવધેશ પ્રસાદે કહ્યું કે ભાજપનો ઘમંડ, ખોટા નિવેદનો, મોંઘવારી, બેરોજગારી અને અનામત પર હુમલો મારી જીતના મુખ્ય કારણો છે. આ સિવાય અયોયાનો વિનાશ અને ગરીબોની જમીનો મોંઘા ભાવે છીનવી લેવા એ ભાજપની હારનું કારણ હતું. આ ઉપરાંત ખેડૂતોની દુર્દશા પણ ભાજપની હારનું કારણ બની હતી. અવધેશ પ્રસાદે કહ્યું કે અખિલેશ યાદવ પર વિશ્ર્વાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.

અયોયાથી સપાના અવધેશ પ્રસાદે બે વખતના ભાજપના સાંસદ લલ્લુ સિંહને ૫૪,૫૬૭ મતોથી હરાવ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને ૪ લાખ ૯૯ હજાર ૭૨૨ મત મળ્યા હતા.

અખિલેશ યાદવે દલિત વર્ગના પાસી સમુદાયમાંથી આવતા અવધેશ પ્રસાદને જનરલ સીટ પરથી ટિકિટ આપીને દલિતોનું સન્માન વધાર્યું છે. તેમણે કહ્યું કે છ મહિના પહેલા જ અખિલેશજીએ મને ચૂંટણી લડવાનું કહ્યું હતું અને ખાતરી આપી હતી કે અયોધ્યાથી માત્ર સપા જ ચૂંટણી જીતશે. આ અખિલેશ યાદવના આત્મવિશ્ર્વાસ અને વિશ્ર્વાસની જીત છે. બંધારણ બદલવા અંગે ભાજપના સાંસદ લલ્લુ સિંહના વાયરલ નિવેદન પર અવધેશ પ્રસાદે કહ્યું કે જનતા ક્યારેય બંધારણ પર હુમલો કરવાના પ્રયાસોને સહન કરી શકે નહીં.

અવધેશ પ્રસાદે કહ્યું કે જો બાબા સાહેબના બંધારણ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કરોડો લોકો બલિદાન આપવા તૈયાર થશે. સોશિયલ મીડિયા પર અયોયાના લોકો પર થઈ રહેલી ટિપ્પણીઓ પર ફૈઝાબાદથી નવા ચૂંટાયેલા સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે આ નિવેદનો યોગ્ય નથી. મતદારો પર ખોટી કોમેન્ટ કરવી એ લોકશાહીની મજાક ઉડાવવા સમાન છે.

ફૈઝાબાદ લોક્સભા સીટનું ચૂંટણી પરિણામ પણ ઐતિહાસિક છે કારણ કે આ સીટ પરથી જીતીને સંસદમાં પહોંચેલા અવધેશ પ્રસાદ ૧૯૫૭ પછી પ્રથમ સાંસદ છે જે અનુસૂચિત જાતિના છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં રામ મંદિરના નામે જોરશોરથી વોટ માંગ્યા હતા. પરંતુ આ હોવા છતાં, જનતાએ ફૈઝાબાદમાં ભાજપને સંપૂર્ણપણે બાજુ પર મૂકી દીધો.