અયોધ્યા  મંદિર સુધી જવાના રામપથ પર લાગેલી ૩૮૦૦ હાઈટેક લાઈટ ચોરી ગયાં

પ્રભુ રામની નગરી અયોધ્યા  માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળ્યા બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત  થઈ ગયા છે. હકીક્તમાં જોઈએ તો, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર સુધી જવા માટે રાજ્યની યોગી સરકારે અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર ત્રણ પથ બનાવ્યા હતા. જેમાં સૌથી લાંબો રામ પથ તો બીજો જન્મભૂમિ પથ અને ત્રીજો ભક્તિ પથ બનાવ્યો છે.

આ જ પથ પર હાઈટેક લાઈટિંગ પણ લગાવી હતી. ખાસ વાત એ છે કે, રામપથના સાઈડમાં ઝાડ પર લાઈટિંગ કરવામાં આવી હતી. જેથી શ્રદ્ધાળુઓને પ્રભુ રામની નગરી અયોયા રાતમાં પણ દિવસ જેવું લાગે. પણ અયોધ્યામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે.

હકીક્તમાં જોઈએ તો, રામપથ અને ભક્તિ પથ પર લાગેલી ૩૮૦૦ લાઈટ અને ૩૬ ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થઈ ગઈ છે. યશ ઈન્ટરપ્રાઈઝીઝના કર્મચારી શેખર શર્માએ અજાણ્યા લોકો વિરુદ્ધ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. રામપથ પર ૬૪૦૦ બાંબૂ લાઈટ લગાવી હતી. આ ઉપરાંત ભક્તિ પથ પર ૯૬ ગોબો પ્રોજેક્ટ લાઈટ પણ લગાવી હતી. જેને ચોર લોકો ચોરી કરીને લઈ ગયા છે. ધર્મની નગરી અયોયામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

જો કે પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યાને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશ્વ પ્રાચીનતમ નગરીમાંથી એક અયોધ્યા ને સુંદર નગરી બનાવવા માગી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે રાતના સમયે પણ અયોધ્યા ભવ્ય દેખાઈ રહ્યું છે. તેના માટે હાઈટેક લાઈટો પણ લગાવી હતી. પણ રામની નગરીમાં ચોરીની ઘટના લોકો પચાવી શક્તા નથી. જો કે આ સમગ્ર મામલે અયોધ્યા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.