ગોધરા,અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા તા.22ના રોજ થનાર છે. આ હિન્દુ સમાજ માટે ખુબ મોટો ઉત્સવનો અવસર છે. આવા રૂડા અવસર પ્રસંગે પંચમહાલ જીલ્લા તા.22,23 અને 24ના દિવસોમાં નોનવેજની દુકાનો બંધ રાખવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ.
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા તા.22 જાન્યુઆરીના રોજ થનાર છે. અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા એ હિન્દુ સમાજ માટે ખુબ મોટો ઉત્સવનો અવસર છે. અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારત દેશ રામ લલ્લાના આ ઉત્સવમાં સામેલ થવા માટે ઉત્સાહિત છે. તા22 જાન્યુઆરી એ પ્રાણ પ્રતિષ્ઠાથી તા. 23 અને 24 દિવસોમાં હિન્દુ સમાજ રામમય બનશે. ત્યારે ત્રણ દિવસ માટે પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાંં નોનવેજની દુકાનો બંધ રાખવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રદેશ પ્રભારી આશીષ પટેલ દ્વારા પંંચમહાલ કલેકટરને લેખિતમાં રજુઆત કરાઈ છે.