અયોધ્યામાં બાલક રામના અત્યાર સુધીમાં ૧૫ લાખ લોકોએ દર્શન કર્યા

અત્રે ભવ્ય મંદિરમાં બાલક રામના દર્શન માટે દેશના ખુણે ખુણામાંથી લાખો શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ છે. ૨૨મીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં લગભગ ૧૫ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ બાલક રામના દર્શન કરી લીધા છે.

કમિશ્ર્નર ગૌરવ દયાલ, આઈજી પ્રવિણકુમાર અને ડીએમ નીતિશકુમારે રામમંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. કમિશ્ર્નરે જણાવ્યું હતું કે, રોજના લગભગ બે થી અઢી લાખ લોકો રામમંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે.

પહેલા જયાં એક સાથે ભીડ મંદિરમાં પ્રવેશ કરતી હતી. હવે તેમાં પણ ફેરફાર થયો છે. હવે લોકો ગ્રુપમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. આગળ પણ આ ક્રમ ચાલુ રહેવાની આશા છે. બાલક રામના દર્શન માટે શ્રદ્ધાળુઓની જિદને જોતા મંદિર ટ્રસ્ટે બાલક રામની આરતી અને દર્શનનો સમય વધારી દીધો છે.