અયોધ્યામાં ૨૨ મી જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અયોધ્યામાં આવતા ૨૫ હજાર જેટલા ભાવીકોને અઢી મહિના સુધી મફત ભોજન અપાશે. અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ અંતિમ તબકકામાં છે. ૨૨ મી જાન્યુઆરીએ ઉદઘાટન અગાઉ તમામ તૈયારીઓ કરી લેવાઈ છે શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ૪૫ સામુદાયીક રસોડા માટે મોટી માત્રામાં અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાનું શરૂ થઈ ગયુ છે.જેમાંથી અયોધ્યામાં જાન્યુઆરીથી માર્ચના મધ્ય સુધી દરરોજ લગભગ ૨૫૦૦૦ ભક્તોને મફત ભોજન આપવામાં આવશે.
કારણ કે ટ્રસ્ટને અયોધ્યામાં દરરોજ લગભગ બે થી ચાર લાખ લોકો આવવાની અપેક્ષા છે.જયારે પવિત્ર વિધીના એક દિવસ દવાઓ ટ્રસ્ટને દાનમાં આપવાનું કહેવામાં આવ્યું છે. જેનો ઉપયોગ રામ મંદિરના ઉદઘાટન સમારોહ માટે અયોધ્યામાં આવતા ભક્તો માટે કરવામાં આવશે તે પછી આ વસ્તુઓનો પ્રવાહ શરૂ થયો હતો. ટ્રસ્ટના જણાવાયા અનુસાર તેને આસામ અને દક્ષિણ ભારતમાંથી આ ચા અને મસાલા, ઉતર પ્રદેશનાં કેટલાંક ભાગોમાંથી ચોખા, કાનપુર અને ગોંડામાંથી ખાંડ, હરીયાણા અને મધ્ય પ્રદેશમાંથી ચોખા મળ્યા છે.