અયોધ્યા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા

  • રિયલ એસ્ટેટના રોકાણકારો અને કેટલીક ફાઇવ સ્ટાર હોટલોની પહેલના કારણે ભાવોમાં અનેક ગણો ઉછાળો.

લખનૌ, કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અયોધ્યાનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તે જોતાં લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ વિસ્તાર લાખો શ્રદ્ધાળુઓથી આખું વર્ષધમધમતો રહેશે. અયોધ્યા ના વિકાસની ઉત્તર પ્રદેશના રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર ખુબ મોટી અસર પડી છે, કેમ કે અત્યારથી જ અયોધ્યા અને તેની આસપાસ વેલાં ગામડાઓની જમીનોના ભાવોમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે.

પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાતો કહે છે કે આ તેજી હજુ અટકવાની નથી. બાહ્ય રોકાણકારોની સાથે સ્થાનિક ખરીદદારો પણ પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. તાજ અને રેડિસન જેવી મોટી હોટેલ ચેન પણ અહીં જમીન ખરીદવામાં રસ ધરાવે છે. તેવી જ રીતે ઘણી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓની નજર પણ અયોધ્યા પર છે.

મની કન્ટ્રોલ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં એનરોકના અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરને અયોધ્યા નગરીમાં જ નહીં પરંતુ તપાસના પાચ કિલોમિટરના વિસ્તારમાં આવેલાં તમામ ગ્રામ્ય પ્રદેશની જમીનોની કિંમતમાં અત્યારથી જ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલાં જે જમીનો વિઘાના ભાવે વેચાતી હતી.

૨૦૧૯ની સાલમાં ફૈઝાબાદ વિસ્તારમાં પ્રતિ ચો.ફૂટ દીઠ રૂ ૪૦૦-૭૦૦ના ભાવે વેચાયેલી જમીનોના ભાવ ઓક્ટોબર ૨૦૨૩માં વધીને પ્રતિ ચો.ફૂટ દીઠ રૂ. ૧૫૦૦-૩૦૦૦ના ભાવે વેચાઇ હતી. જ્યારે અયોધ્યા શહેરમાં ૨૦૧૯ની સાલમાં જમીનનો ભાવ પ્રતિ ચો.ફૂટ દીઠ રૂ. ૧૦૦૦-૨૦૦૦ બોલાતો હતો તે હાલમાં વધીને પ્રતિ ચો.ફૂટ દીઠ રૂ. ૪૦૦૦-૬૦૦૦ થઇ ગયો છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારા રોકાણકારો અને જમીનો ખરીદવાના શોખીનોના પગલે અયોધ્યાના રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી છે. તદ ઉપરાંત કેટલીક નામાંક્તિ ફાઇવ સ્ટાર હોટલોએ પણ અયોધ્યામાં જમીનો જોવાનું શરૂ કરતાં ભાવો સતત વધી રહ્યા છે.

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરના ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૨૨ જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન થનાર છે. તમામ રામ ભક્તો આ દિવસને યાદગાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ક્રમમાં કાશીની મુસ્લિમ મહિલાઓ રવિવારે અયોધ્યા થી રામજ્યોતિ સાથે કાશી પહોંચી હતી. આ દરમિયાન રસ્તામાં જૌનપુરમાં અનેક જગ્યાએ રામજ્યોતિ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાઝનીન અંસારીના નેતૃત્વમાં આ યાત્રા શનિવારે અયોધ્યા થી રામજ્યોતિ લાવવા માટે રવાના થઈ હતી. રવિવારે જ્યારે નાઝનીન અંસારી અને ડૉ. નજમા પરવીન રામમંદિરના મહંત શંભુ દેવાચાર્યની રામજ્યોતિ સાથે અયોધ્યાથી વારાણસી જવા રવાના થયા ત્યારે જૌનપુરમાં વિવિધ સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રામજ્યોતિના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. જ્યારે રામજ્યોતિ યાત્રા જૌનપુરની હદમાં પ્રવેશી ત્યારે વિશાલ ભારત સંસ્થાનના જિલ્લા અધ્યક્ષ નૌશાદ અહમદ દુબે અને હિંદુ મુસ્લિમ સંવાદ કેન્દ્રના જિલ્લા સંયોજક અલ્લાઉદ્દીન ભુલ્લને તેમનું સ્વાગત કર્યું અને વારાણસીની સીમા સુધી લઈ ગયા હતા. વારાણસીની સીમા પર વિશાલ ભારત સંસ્થાનના સેંકડો કાર્યકરોએ મોટર સાયકલ ટુકડીનું સ્વાગત કર્યું અને રામજ્યોતિ યાત્રાને સુભાષ ભવન સુધી લઈ ગયા હતા.