અવકાશમાં પરમાણુ હથિયારોની તૈનાતી વિરુદ્ધ પ્રસ્તાવ પર રશિયાનો વીટો

મોસ્કો, રશિયાએ યુએન સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં આઉટર સ્પેસ ટ્રીટી ઠરાવને વીટો કરીને અવરોધિત કર્યો હતો. જેના કારણે અમેરિકા ગુસ્સે છે. અમેરિકાએ રશિયા પર આરોપ લગાવ્યો છે કે રશિયા સેટેલાઇટ વહન કરતા પરમાણુ હથિયારો વિક્સાવી રહ્યું છે અને તેથી જ તેણે આ પ્રસ્તાવને વીટો કર્યો હતો. આઉટર સ્પેસ ટ્રીટી હેઠળ પરમાણુ હથિયારો સહિત ખતરનાક શો અવકાશમાં તૈનાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારી હતી. જોકે, રશિયાના વીટોના કારણે અમેરિકાનો આ ઈરાદો પુરો થઈ શક્યો નથી.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને એક નિવેદનમાં કહ્યું હતું કે ’જેમ કે અમે પહેલા નોંયું છે કે, રશિયા ઉપગ્રહ વહન કરતા પરમાણુ હથિયારો વિક્સાવી રહ્યું છે. અમે સાંભળ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિને જાહેરમાં કહ્યું હતું કે રશિયાની અવકાશમાં પરમાણુ શો જમાવવાની કોઈ યોજના નથી. જો એમ હોય તો રશિયાએ આ પ્રસ્તાવ સામે વીટો શા માટે આપ્યો? સુલિવાને કહ્યું કે ’યુએસ અને જાપાન દ્વારા સંયુક્ત રીતે લાવવામાં આવેલા ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું હશે કે અવકાશમાં પરમાણુ હથિયારોની જમાવટ મૂળભૂત જવાબદારીઓ વિરુદ્ધ છે. ઠરાવમાં એવી પણ માગણી કરવામાં આવી હતી કે સભ્ય દેશો પૃથ્વીની ભ્રમણકક્ષામાં તૈનાત કરી શકાય તેવા પરમાણુ શો ન બનાવે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે ’પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરમાણુ શોની જમાવટથી સંચાર, વૈજ્ઞાનિક, હવામાનશા, કૃષિ, વાણિજ્યિક અને રાષ્ટ્રીય સુરક્ષા સેવાઓમાં વિક્ષેપ પડવાનો ભય છે.’ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે પણ રશિયાના પગલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે રશિયાએ જવાબદારીમાંથી છટકી છે. તેમણે કહ્યું, ’અલબત્ત, આ પહેલીવાર નથી કે જ્યારે રશિયાએ વૈશ્ર્વિક હથિયારોના અપ્રસારના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હોય. છેલ્લા કેટલાક સમયથી રશિયા ખતરનાક હથિયારોના મુદ્દે બેજવાબદારીભર્યું વર્તન કરી રહ્યું છે. તે આર્મ્સ કંટ્રોલના મુદ્દા પર ચર્ચા કરવાથી ભાગી રહ્યો છે.