દાહોદ, દાહોદ જી.આર.પી.ફરજ બજાવતી મહિલા કર્મચારીને ફરજ દરમિયાન ચાલુ ટ્રેનમાં ટી.ટી.દ્વારા ગેરવર્તણુંક કરી છાતીના ભાગે ધકકો મારી કાઢી મુકવાનો પ્રયાસ કરતા મહિલા કર્મચારીએ દાહોદ જી.આર.પી.પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જી.આર.પી.પોલીસમાં અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતી ગીતાબેન પટેલિયા તા.21ના રોજ દાહોદ રેલ્વે સ્ટેશનેથી અવધ એકસપ્રેસ ટ્રેનના કોચ નં.એ.-2માં ચઢ્યા હતા. ટ્રેન રવાના થતાં મહિલા પોલીસ કર્મચારી સ્લિપર કોચ બાજુ જતા હતા તે સમયે ટી.ટી.એ કહ્યુ હતુ કે, પુછ્યા વગર એ.સી.કોચમાં કેમ ચડી ગયેલ છો અને ખરાબ વર્તન કરી બોલાચાલી કરી ગીતાબેનના છાતી ઉપર હાથ નાંખી દરવાજા પાસે ધકકો મારી કાઢી મુકતા આ મામલો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પહોંચતા તેઓએ જી.આર.પી.ના પી.એસ.આઈ.એ મહિલા કર્મચારીને પુછતા તેઓએ સમગ્ર હકીકતથી પી.એસ.આઈ.ને વાકેફ કરતા પી.એસ.આઈ.એ ટી.ટી.નુ નામ તથા હેડકવાર્ટર કયુ છે તે જાણવા જણાવતા બંને મહિલા કર્મચારીએ ટી.ટી.પાસે જઈ તેનુ નામ પુછતા તેઓએ પોતાનુ નામ સુમી જણાવી મહિલા કર્મચારીઓના મોબાઈલ છુટાવવાનો પ્રયાસ કરતા મોબાઈલ લેવા ઝપાઝપી થઈ હતી. મહિલા પોલીસ કર્મીએ પોતાની ફરજ પુરી કર્યા બાદ ટી.ટી.વિરુદ્ધ ગુનો નોંધાવતા જી.આર.પી.પોલીસે તપાસ હાથ ધરી હતી.