- ૫ દિવસમાં બીજી વખત હુમલો કરી ભારત વિરુદ્ધ લખાણો લખવામાં આવ્યા.
- મંદિરની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ લખેલું.
મેલબર્ન,
ઓસ્ટ્રેલિયા ૫ દિવસમાં બીજી વખત હિન્દુ મંદિર પર હુમલો થયો છે. જે ઘટનાને લઈને ખાલિસ્તાન સમર્થકો પર હુમલાનો આરોપ લાગ્યા છે. આ અગાઉ ૧૨ જાન્યુઆરીની વહેલી સવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મિલ પાર્ક ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. જેમાં ખાલિસ્તાનના સમર્થકોએ તોડફોડ કરી હતી. તે સાથે ભારત વિરોધી લખાણો પણ લખવામાં આવ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે રોજ સવારે કામ પર જતા પહેલા મંદિરે જાય છે. મંદિર પહોંચ્યા ત્યારે તેમણે મંદિરની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ લખેલું જોયું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે એક અખબારને જણાવ્યું કે, ‘અમને આઘાત લાગ્યો છે અને તોડફોડ કરવામાં આવી છે.’ ત્યારે પણ ખાલિસ્તાન સમર્થકો પર મંદિર પર આવું કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો.
મંદિરની દિવાલો પર, ખાલિસ્તાન સમર્થકોએ ૨૦ હજારથી વધુ હિન્દુઓ અને શીખોની હત્યા માટે જવાબદાર ભારતીય આતંકવાદી ભિંડરાવાલેને ‘શહીદ’ તરીકે વર્ણવ્યો હતો. હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટ પ્રેસિડેન્ટ મકરંદ ભાગવતે કહ્યું હતું કે, “પૂજાના સ્થળો વિરુદ્ધ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.”
તમને જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થકો હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા જ્યારે ખાલિસ્તાન સમર્થક સંગઠને પંજાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવાની ધમકી આપી હતી. પંજાબની એક કોલેજની દીવાલો પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવા માટે પણ આવાહન આપવામાં આવ્યું હતું.
આ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન સમર્થકોએ આતંકવાદી ભિંડરાવાલેની પ્રશંસા કરી હતી. હિન્દુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્ય અધ્યક્ષ મકરંદ ભાગવતે કહ્યું હતું કે, “ધાર્મિક સ્થળો વિરુદ્ધ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે આની નિંદા કરીએ છીએ.”
કેનેડાના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની દિવાલોમાં ૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં અજાણ્યા શખ્સોએ ભારત વિરોધી લખાણો લખ્યા હતા અને તોડફોડ કરી હતી. કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી હતી અને આ મામલાની તપાસ કરી ગુનેગારો સામે ત્વરિત પગલાં લેવા કેનેડિયન સત્તાવાળાઓ સાથે મુદ્દો ઉઠાવાયો હતો.